ભારતના બ્રોન્ઝ મેડલ વિજેતા સ્વપ્નિલ કુસાલે (EPA-EFE/VASSIL DONEV VIA PTI)

પેરિસ ઓલિમ્પિકમાં ગુરુવારે ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ શુટિંગમાં ભારતને અત્યાર સુધી ત્રણ મેડલ મળ્યાં હતા અને તમામ બ્રાન્ઝ મેડલ છે.

કુસાલેએ અસાધારણ પુનરાગમન કર્યું હતું અને દેશને આ ઈવેન્ટમાં તેનો પ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવ્યો હતો. તેને આઠ-શૂટરની ફાઇનલમાં 451.4નો કુલ સ્કોર કર્યો અને એક તબક્કે છઠ્ઠા સ્થાને રહીને ત્રીજા સ્થાને રહ્યો હતો. તે ચીનના યુકુન લિયુ (463.6) અને યુક્રેનના સેરહી કુલીશ (461.3)ને પછી ત્રીજા ક્રમે રહ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ તેને અભિનંદન આપ્યાં હતાં. રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વિટ કર્યું હતું કે “સ્વપ્નીલ કુસાલેને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હાર્દિક અભિનંદન! તે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન કેટેગરીમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે. તે પહેલીવાર બન્યું છે કે ભારતે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગ ઈવેન્ટમાં ત્રણ મેડલ જીત્યા છે. સમગ્ર શૂટિંગ ટુકડીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. આગામી ઈવેન્ટ્સ માટે હું અમારા તમામ ખેલાડીઓને મારી શુભેચ્છાઓ આપું છું.

કુસાલેના પિતા અને ભાઈ જિલ્લાની શાળામાં શિક્ષક છે અને તેની માતા મહારાષ્ટ્રના કોલ્હાપુર નજીક કમ્બલવાડી ગામના સરપંચ છે, તે

LEAVE A REPLY