Japan tops the list of powerful passports, India ranks 85
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
અમદાવાદ અને સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસે 2023માં દૈનિક સરેરાશ 2,800 પાસપોર્ટ ઇશ્યૂ કર્યું હતાં. આની સાથે રાજ્યમાં માત્ર એક વર્ષમાં 10.12 લાખ પાસપોર્ટ જારી કરાયા હતા, જે છેલ્લાં પાંચ વર્ષનો એક રેકોર્ડ છે. વિદેશ મંત્રાલયે સંસદમાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.
ગુજરાતમાં 2019માં 8.38 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા હતાં, જ્યારે 2020માં 3.81 લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરાયા હતા. 2021માં 5.14 લાખ, 2022માં 7.6 લાખ અને 2023માં 10.12 લાખ પાસપોર્ટ જારી કરાયા હતાં.
પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોવિડ અગાઉ જે પાસપોર્ટ ઈશ્યૂ થતાં હતાં તેની તુલનામાં ગયા વર્ષે
22 ટકા વધારે પાસપોર્ટ ઇશ્યૂ કરાયા હતા. જે પાસપોર્ટ ઈશ્યૂ થયા તેમાંથી 60 ટકા નવા પાસપોર્ટ નહીં, પરંતુ રિન્યૂઅલ હતાં. જોકે સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં ગુજરાત છેક છઠ્ઠા ક્રમે છે. આ લિસ્ટમાં કેરળ સૌથી ઉપર છે અને કેરળમાં એક વર્ષમાં 15.49 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા હતાં. આ પછી મહારાષ્ટ્રમાં 15.10 લાખ, ઉત્તરપ્રદેશમાં 13.69 લાખ, પંજાબમાં 11.94 લાખ અને તમિલનાડુમાં 11.48 લાખ પાસપોર્ટ 2023માં એક વર્ષમાં ઈશ્યૂ થયાં હતાં.
હાલમાં ભારતમાં 93 પાસપોર્ટ સેવા કેન્દ્રો છે અને 440 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર તરીકે કામ કરે છે. અમદાવાદ ખાતેની રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ, સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત, અને સેન્ટ્રલ ગુજરાતનું કામ સંભાળે છે.

LEAVE A REPLY