શ્રેણીબદ્ધ મહિલાઓ પર બળાત્કાર અને જાતીય હુમલો કરનાર નોર્થ લંડનના વેસ્ટ હીથ ડ્રાઇવ, ગોલ્ડર્સ ગ્રીનના અહેમદ ફાહમીને હેન્ડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 25 જુલાઈના રોજ બળાત્કારના એક કાઉન્ટ અને જાતીય હુમલાના ત્રણ કાઉન્ટ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

45 વર્ષીય અહેમદ ફહમી હોટલમાં નોકરી કરતો હતો અને તેનો દુરુપયોગ કરીને કાળા કામ કરતો હતો.

વેસ્ટ હીથ ડ્રાઇવમાં આવેલી એન્કર હોટલમાં કામ કરતી વખતે તેણે હોટેલમાં આવેલી એક યુવતી સાથે છેડછાડ કરી હતી અને તેજ રાત્રે તેની સહેલીને પોતાના બેડરૂમમાં લઈ જઇ બળાત્કાર કર્યો હતો. 2008માં એલાયન્સ ક્લોઝ, વેમ્બલી ખાતે જાતીય હુમલાના આરોપ બાદ ફહમીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અન્ય એક બનાવમાં તે કેનિંગ ટાઉનની સનબોર્ન યાટ હોટેલમાં કામ કરતી વખતે પીડિત મહિલાના પગને સ્પર્શ કરવાનો આરોપ ધરાવતો હતો.

ફહમીને 20 સપ્ટેમ્બરે હેન્ડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે.

LEAVE A REPLY