સામાન્ય ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ ઇસ્ટ મિડલેન્ડ્સના લાફબરોના લેબર સાંસદ જીવન સંધરે રાજકારણમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને ભારત અને તેના ડાયસ્પોરા સમુદાયો સાથે લેબર પક્ષના જોડાણને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે પીટીઆઈને કહ્યું હતું કે “અમારા માટે ભારત સાથેની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક છે, તેથી જ ડેવિડ એ વાત પર ભાર મૂકવા માટે ભારત ગયા છે. વ્યક્તિગત દ્રષ્ટિકોણથી, હું ભારતીય ડાયસ્પોરાનો એક ભાગ છું તેથી હું તેને લેબર પાર્ટી અને આવનારી લેબર સરકાર માટે એક કુદરતી જોડાણ તરીકે જોઉં છું. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, ત્યાં ટ્રેડ ડીલ પણ છે. બંને રાષ્ટ્રોના પરસ્પર લાભ માટે એકસાથે ઘણું પ્રાપ્ત કરી શકીએ. આપણે જે હાંસલ કર્યું છે તેના પર મને અતિ ગર્વ છે અને આવનારા સપ્તાહો, મહિનાઓ અને વર્ષોમાં હજી વધુ હાંસલ કરવા માટે આતુર છું.”

તેમણે કહ્યું હતું કે “મને મારા ભારતીય મૂળ પર ખરેખર ગર્વ છે અને આ દેશમાં જે રીતે આપણું યોગદાન પ્રતિબિંબિત થાય છે અને ઓળખાય છે તેના પર મને ખરેખર ગર્વ છે. હું એક અર્થશાસ્ત્રી છું અને મારા માટે પ્રથમ બાબત એ છે કે લોકોના ખિસ્સામાં વધુ પૈસા આવે. અમારી ઇચ્છા સ્વચ્છ ઊર્જામાં રોકાણ થાય અને બીજી પ્રાથમિકતા આરોગ્ય સેવા વિશે છે.”

LEAVE A REPLY