હાઉસ ઓફ કોમન્સને તા. 29મી જુલાઇના રોજ કરેલા સંબોધનમાં ચાન્સેલર રશેલ રીવ્સે અગાઉની સરકાર તરફથી વારસામાં મળેલા £22 બિલિયનના અનફંડેડ દબાણો જાહેર કર્યા પછી ‘આર્થિક સ્થિરતા પુનઃસ્થાપિત’ કરવા મુશ્કેલ નિર્ણયો લઈશ એવી જાહેરાત કરી હતી.
ચાન્સેલર દ્વારા કમિશન કરાયેલ ટ્રેઝરી ઓડિટના તારણો અગાઉની સરકાર તરફથી રવાન્ડા સ્કીમ, એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ અને ન્યૂ હોસ્પિટલ પ્રોગ્રામ સહિતની અબજો પાઉન્ડની અનફંડેડ પ્રતિબદ્ધતાઓને છતી કરે છે. ચાન્સેલરે આ વર્ષે £5.5 બિલિયનની બચત અને આવતા વર્ષે £8.1 બિલિયનના ઓવરસ્પેન્ડને પહોંચી વળવા માટે જાહેરાત કરી હતી.
રશેલ રીવસે કહ્યું હતું કે ‘’મુશ્કેલ નિર્ણયોએ આગલા વર્ષે £1 બિલિયનથી વધુ સહિતની બચત સુરક્ષિત કરી છે, જે અગાઉની સરકારના અનફન્ડેડ એડલ્ટ સોશિયલ કેર ચાર્જિંગ રિફોર્મ્સ સાથે આગળ ન વધીને 29/30 સુધીમાં વધીને £4 બિલિયનથી વધુ થઈ ગઈ છે. વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ્સને લક્ષ્યાંક બનાવીને દર વર્ષે આશરે £1.5 બિલિયનની બચત થશે એટલે કે પેન્શન ક્રેડિટ, યુનિવર્સલ ક્રેડિટ, ઇન્કમ સપોર્ટ, આવક-આધારિત જોબસીકર્સ એલાઉન્સ અને આવક-સંબંધિત એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ ભથ્થું પ્રાપ્ત કરતી સ્ટેટ પેન્શનની વયથી વધુ ઉંમરના પરિવારો મેળવતા રહેશે.