ડાયસ્પોરાની આગેવાની હેઠળના એડવોકેસી ગ્રૂપે સ્કોટલેન્ડને ભારતીય શહેરો સાથે જોડતી સીધી ફ્લાઇટ્સ માટે એરલાઇન ઇન્ડસ્ટ્રીને લોબીઇંગ કરવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. ઈન્ડો-સ્કોટ ડાયરેક્ટને આ અઠવાડિયે એડિનબરામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા (CGI) ખાતે શરૂ કરાયું હતું. આ અભિયાનમાં એડિનબરા અથવા ગ્લાસગો અને દિલ્હી અથવા મુંબઈ વચ્ચેના ડાયરેક્ટ રૂટની દૂરગામી માંગને હાઈલાઈટ કરવા માટેના ઓનલાઈન સર્વે કરાશે.

અગ્રણી IT કંપનીઓ, ટૂરિઝમ ઓપરેટરો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ઉડ્ડયન સત્તાવાળાઓના સમર્થનથી બનેલા એડવોકસી જૂથનું માનવું છે કે સીધા ફ્લાઇટ કનેક્શનનો અભાવ એ ભારત-યુકે કોરિડોરની અંદર “નોંધપાત્ર ચૂકી જવાયેલ તક” છે.

CGI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “સ્કોટલેન્ડ અને ભારત વચ્ચેની સીધી ફ્લાઈટ્સ આપણા સાંસ્કૃતિક અને આર્થિક આદાનપ્રદાનને નોંધપાત્ર રીતે વધારશે, આપણા સમુદાયોને એકબીજાની નજીક લાવશે. અમે આ સાથે પર્યટન, વેપાર અને શૈક્ષણિક સહયોગમાં વૃદ્ધિની અપાર સંભાવનાઓ જોઈએ છીએ.”

એડવોકેસી ગ્રુપના સ્થાપક સભ્ય પુનીત દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘’ઈન્ડો-સ્કોટ ડાયરેક્ટ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્કોટલેન્ડથી ઑસ્ટ્રેલિયા જેવા લાંબા અંતરના સ્થળો માટે ઉડતી એરલાઈન્સ દિલ્હી કે વાયા સિંગાપોર રૂટને વધુ ઇકો-ફ્રેન્ડલી અને વ્યાપારી રીતે વ્યવહારુ બનાવવામાં મદદ કરશે. સ્કોટલેન્ડ અને ભારત સ્કોટલેન્ડમાં ભારતીય ડાયસ્પોરા વધી રહ્યો છે, અને વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.”

ટ્રાન્સપોર્ટ સ્કોટલેન્ડના ગેરી કોક્સે જણાવ્યું હતું કે “ભારત અમારા માટે વાસ્તવિક પ્રાથમિકતાનું બજાર છે. અમે એરલાઈન્સને સ્કોટલેન્ડ આવવા માટે પ્રોત્સાહિત કરવા સાથે કામ કરી રહ્યા છીએ. નવો સીધો માર્ગ વધારાની માંગને ઉત્તેજીત કરી શકે છે, અને અમે દૈનિક રૂટને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

LEAVE A REPLY