નોર્થ  અમેરિકાની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઝ, ન્યુયોર્ક પોલીસ વિભાગ (NYPD) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) સાથે કામ કરતી MI5 અને મેટ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ (સીટીસી) દ્વારા આદરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય પોલીસ તપાસ બાદ પ્રતિબંધિત આતંકવાદી જૂથ અલ-મુહાજીરોન (ALM)ને નિર્દેશિત કરવા બદલ કટ્ટરપંથી ઉપદેશક અંજેમ ચૌધરીને ઓછામાં ઓછા 28 વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

વૂલીચ ક્રાઉન કોર્ટમાં છ સપ્તાહની ટ્રાયલ પછી, ઇસ્ટ લંડનના 51 વર્ષના અંજેમ ચૌધરીને અગાઉ 23 જુલાઈના રોજ અલ-મુહાજીરોનના સભ્યપદ અને આતંકવાદીઓને સમર્થન આપવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

એડમન્ટન, કેનેડાના ખાલિદ હુસૈનને અલ-મુહાજીરોનના સભ્યપદ માટે દોષિત ઠેરવી લાઇસન્સ પર વધારાના વર્ષ સાથે પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જજે યુકે, યુએસ અને કેનેડાના અધિકારીઓની આ તપાસ અંગેની કામગીરી માટે પ્રશંસા કરી હતી.

ન્યૂ યોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર ઑફ ઈન્ટેલિજન્સ અને કાઉન્ટર ટેરરિઝમ રેબેકા ઉલમ વેઈનરે જણાવ્યું હતું કે “અંજેમ ચૌધરીએ વિશ્વભરમાં વ્યક્તિઓને કટ્ટરપંથી બનાવવા માટે દાયકાઓ વિતાવ્યા છે અને હવે બહુવિધ એજન્સીઓ અને દેશોમાં અવિરત સહયોગને કારણે તેને ન્યાયની કક્ષામાં લાવવામાં આવ્યો છે.”

અંજેમ ન્યૂ યોર્ક સ્થિત અનુયાયીઓ સાથે ઑનલાઇન પ્રવચનો દ્વારા ઉશ્કેરતો હતો.  CTC ડિટેક્ટિવ્સને  ચેતવણી આપવામાં આવી હતી કે ચૌધરી “ઇસ્લામિક થિંકર્સ સોસાયટી” નામના જૂથમાં સામેલ થઈ રહ્યો છે.

તપાસ ટીમ દ્વારા એકત્ર કરાયેલા પુરાવા એ પણ દર્શાવે છે કે કેવી રીતે, છેલ્લા એક દાયકામાં, ALM જૂથે વિવિધ લોકોને દાયેશ  સાથે જોડાવા અને લડવા માટે પ્રોત્સાહિત અને મદદ કરી હતી અને ચૌધરી હવે ઉગ્રવાદીઓની નવી પેઢીને પ્રભાવિત કરવા અને કટ્ટરપંથી બનાવવા અને તેમને જવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે અને વિશ્વભરમાં આતંકવાદી કારણોને સમર્થન આપે છે.

LEAVE A REPLY