અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર કમલા હેરિસને જો તો નવેમ્બરની ચૂંટણીમાં વિજયી બને તો તેમની માતાના વતન ચેન્નાઈની મુલાકાત લેવા માટે એક ઇન્ડિયન અમેરિકન ફંડ રેઇઝરે અનુરોધ કર્યો છે.

એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડર્સ (AAPI) વિક્ટરી ફંડના અધ્યક્ષ અને સ્થાપક શેકર નરસિમ્હને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે “જો તેઓ ચૂંટાઈ આવે, તો હું દબાણ કરીશ અને કહીશ, ચાલો ભારત જઈએ. તમારે ચેન્નાઈ જવું પડશે. તમે દિલ્હી જઈ શકો છો. દિલ્હી સારું છે. તમારે તે બધું કરવું પડશે, પરંતુ ચેન્નાઈ જવું પડશે.”

ચેન્નાઈ હેરિસની માતા શ્યામલા ગોપાલનનું વતન હતું. શ્યામલન 16 વર્ષની ઉંમરે ઉચ્ચ અભ્યાસ માટે યુએસ ગયા હતાં. હેરિસને પણ ચેન્નાઈની કેટલીક ગમતી યાદો છે, તેઓ બાળપણમાં ઘણી વાર ચેન્નાઇ જતા હતા. 2009માં હેરિસ તેમની માતાની અસ્તિ શહેરમાં લઈ ગયા હતા અને તેનું હિંદ મહાસાગરમાં વિસર્જન કર્યું હતું.

LEAVE A REPLY