શ્રીલંકામાં જ ગયા સપ્તાહે રમાઈ ગયેલી એશિયા કપ મહિલા ટી-20 સ્પર્ધામાં રવિવારે દમ્બુલામાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવી ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો હતો. (ANI Photo)
શ્રીલંકામાં જ ગયા સપ્તાહે રમાઈ ગયેલી એશિયા કપ મહિલા ટી-20 સ્પર્ધામાં રવિવારે દમ્બુલામાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવી ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો હતો. અગાઉ 2018માં શ્રીલંકા બાંગલાદેશમાં રમાયેલી એશિયા કપમાં વિજેતા રહ્યું હતું.
ભારતીય મહિલા એશિયા કપની સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી રમાઈ ગયેલી મહિલા એશિયા કપની 9 સિઝનમાંથી ભારતની ટીમ સાત વખત ચેમ્પિયન રહી છે. આ અગાઉ 2022માં મહિલા એશિયા કપ રમાયો હતો.
પાકિસ્તાનની ટીમ અત્યારસુધીમાં એકેય વખત એશિયન કપ વિજેતા બની શકી નથી.
રવિવારે ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો અને ઓપનર સ્મૃતિ મંધાનાના 47 બોલમાં 60 તથા વિકેટ કીપર રિચા ઘોષના 14 બોલમાં 30 અને જેમિમા રોડ્રીગ્સના 16 બોલમાં 29 સાથે છ વિકેટે 165 રન કર્યા હતા.
તેના જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં બે વિકેટ ગુમાવી એશિયા કપ હાંસલ કર્યો હતો. હર્ષિતા સમરવિક્રમાએ સૌથી વધુ – 51 બોલમાં 69 કેપ્ટન ચમિરા અટાપટ્ટૂએ 43 બોલમાં 61 રન કર્યા હતા. હર્ષિતાને પ્લેયર ઓફ ધી મેચ તથા ચમિરાને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાઈ હતી

LEAVE A REPLY