(Photo by Emma McIntyre/Getty Images for Academy Museum of Motion Pictures )
દીપિકા પદુકોણ અભિનિત ‘કલ્કિ 2898 એડી’ ફિલ્મ ખૂબ જ સફળ રહી છે અને હવે તે રિલીઝના એક મહિના પછી શાહરુખની ‘જવાન’નો રેકોર્ડ તોડવા જઈ રહી છે. ત્રીજા સોમવારે કલ્કિએ ભારતમાં અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે.
કલ્કિને દર્શકોનો સારો રીસ્પોન્સ મળવાની શક્યતા અન્ય નિર્માતાને દેખાઈ હતી, જેના કારણે ઓગસ્ટ મહિના પહેલાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થવાની નથી. મોટી ટક્કર ન હોવાથી કલ્કિને પડકારનો સામનો કરવાનો નથી. કલ્કિ આ રીતે આગળ વધતી રહે તો વૈશ્વિક ક્ષેત્રે તે રૂ. 1000 કરોડની કમાણી સરળતાથી કરી લેશે તેવી સંભાવના છે. કલ્કિની સફળતા સાથે દીપિકાએ ફિલ્મને સૌથી વધુ આવક કરાવી આપતી અભિનેત્રી તરીકે સ્થાન મેળવ્યું છે, કોવિડ સમયગાળા બાદ સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા શાહરૂખથી પણ દીપિકા આગળ છે.
2018માં ‘ઝીરો’ને મળેલી પછડાટ બાદ શાહરૂખે 2023માં ચાર વર્ષના બ્રેક પછી કમબેક કર્યું હતું. તેની ‘પઠાણ’એ રૂ. 543. 22 કરોડની આવક કરી હતી જ્યારે ‘જવાન’ તેનાથી પણ વધુ સારી ચાલી અને રૂ. 640. 42 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2023ના અંતે તેની ‘ડંકી’ આવી જે રૂ. 232 કરોડમાં સમેટાઈ હતી. આમ કોવિડ પછી એક જ વર્ષમાં શાહરૂખ  એકલો 1000 કરોડની કમાણી કરનારો અભિનેતા બની ગયો હતો.
જ્યારે કોવિડ પછી દીપિકાની ચાર ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાં ‘83’, ‘પઠાણ’, ‘ફાઇટર’, ‘જવાન’માં કેમિયો અને હવે ‘કલ્કિ 2898 એડી’નો સમાવેશ થાય છે. ‘83’ ભલે નિષ્ફળ રહી પરંતુ તેને 102 કરોડની આવક થઈ હતી. ‘પઠાણ’ બ્લોક બસ્ટર હતી, તેને 543.22 કરોડની કમાણી કરી હતી. ફાઈટર પણ ખાસ ચાલી નહોતી, પરંતુ તેણે 215 કરોડની આવક મેળવી હતી. જ્યારે ‘કલ્કિ’ 572 કરોડ જેટલી કમાણી પછી પણ સફળતાપૂર્વક ચાલી રહી છે. આમ કોવિડ પછીની દીપિકાની ફિલ્મોની કમાણી લગભગ 1432.17 કરોડે પહોંચે છે. આમ તે શાહરૂખથી કમાણીમાં આગળ છે.

LEAVE A REPLY