(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં શનિવાર, 27 જુલાઇએ યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો કોંગ્રેસ સહિતના વિપક્ષ શાસિત રાજ્યોએ બહિષ્કાર કર્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અધવચ્ચે અચાનક બહાર નીકળી જતાં સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમસાણ મચ્યું હતું. બેઠક દરમિયાન તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી મમતા બહાર નીકળી ગયાં હતાં, જોકે સરકારે મમતાના આ આક્ષેપને ફગાવી દીધો હતો. નીતિની આયોગની આ બેઠકોમાં વિપક્ષ શાસિત રાજ્યોમાંથી માત્ર મમતા જ હાજર રહ્યાં હતા અને વિવાદ ઊભો કર્યો હતો.

બેઠક પછી નીતિ આયોગના સીઇઓ બી.વી.આર. સુબ્રહ્મણ્યમે જણાવ્યું હતું કે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો ન હતો. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, બિહાર, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને પુડુચેરીના પ્રતિનિધિઓ ગેરહાજર હતાં. જો તેઓ ભાગ ન લે તો તે તેમનું નુકસાન છે. બિહાર વિશે સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન નીતિશ કુમાર રાજ્યમાં વિધાનસભા સત્રમાં વ્યસ્ત હોવાથી બેઠકમાં હાજર રહી શક્યા ન હતાં. જોકે આ બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત 26 સહભાગીઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY