REUTERS/Susana Vera

પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા શુક્રવારે હાઇ-સ્પીડ રેલ નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેનાથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી અને અનેક મુસાફરો ફસાયાં હતાં. રેલ ઓપરેટર એસએનસીએફના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયર ફેરાન્ડૌએ જણાવ્યું હતું કે આ હુમલાથી 800,000 મુસાફરો પ્રભાવિત થયાં હતાં. SNCFએ મુસાફરોને તેમની ટ્રિપ્સ મુલતવી રાખવા અને ટ્રેન સ્ટેશનોથી દૂર રહેવા વિનંતી કરી હતી.

એસએનસીએફએ જણાવ્યું હતું કે આગચંપી-તોડફોડ સહિતના દુર્ભાવનાપૂર્ણ કૃત્યોથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ફટકો પડ્યો હતો. ટીજીવી નેટવર્કને લકવાગ્રસ્ત કરવા માટે આ એક મોટા પાયા પર મોટો હુમલો છે અને તેનાથી ઘણા રૂટ કેન્સલ કરાયાં હતાં. હુમલાઓએ તેની એટલાન્ટિક, નોર્થન અને ઇસ્ટર્ન લાઇનને અસર થઈ હતી. અમારી સુવિધાઓને નુકસાન પહોંચાડવા માટે આગચંપી શરૂ કરવામાં આવી હતી. અસરગ્રસ્ત લાઇન્સ પર ટ્રાફિક વિક્ષેપિત થયો હતો અને સમારકામ કરતાં એક સપ્તાહનો સમય લાગી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તે આગચંપી-તોડફોડના સંગઠિત કૃત્યો હતાં. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પેટ્રિસ વેગ્રિએટે જણાવ્યું હતું કે ફ્રાન્સના હાઇ-સ્પીડ TGV રેલ નેટવર્ક સામે “મોટો હુમલો” આક્રોશપૂર્ણ ગુનાહિત કૃત્ય હતું. ઉત્તર, પૂર્વ અને ઉત્તરપશ્ચિમ ફ્રાન્સ તરફના ટ્રેન કનેક્શન અડધા થઈ ગયા હતા. વીકએન્ડ સુધી રેલ ટ્રાફિક માટે “ખૂબ ગંભીર પરિણામો” હશે.

LEAVE A REPLY