મેડિકલ સ્ટુડન્ટ તરીકે યુગાન્ડામાં પ્રવાસ દરમિયાન મેલેરિયાનો ભોગ બનીને હોસ્પિટલના ICUમાં સારવાર લેનાર અને લગભગ મરણ પામેલી મેહરીન દાતુએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સીનોલોજીના પ્રોફેસર સર એડ્રિયન હિલની હાથ નીચે કામ કરતી ટીમની મદદથી મેલેરિયાની નવી રસી વિકસાવવામાં મદદ કરી છે.
હાલમાં ક્લિનિકલ રિસર્ચ તરીકે સેવા આપતી મેહરીન દાતુ માટે ડોકટરોને ચિંતા હતી કે તેણી આખી રાત જીવી નહિં શકે. આ રસી WHOના 75 ટકા અસરકારકતાના લક્ષ્યાંકને પૂર્ણ કરનાર પ્રથમ છે.
R21/Matrix-M નામની આ રસીને ઓક્ટોબરમાં WHO ની મંજૂરી મળ્યા બાદ રસીના 25 મિલિયનથી વધુ ડોઝનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. સોમવારે પ્રથમ ડોઝ આઇવરી કોસ્ટ અને દક્ષિણ સુદાનમાં શિશુઓને આપવામાં આવશે. વર્ષના અંત સુધીમાં, આ રસી સમગ્ર આફ્રિકાના 15 દેશોમાં પહોંચી જશે.
R21/Matrix-M રસીને વિશ્વની સૌથી મોટા રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી હતી. આ યુનિટ વાર્ષિક 100 મિલિયન ડોઝ સુધીની રસી બનાવી શકે છે. આ નવી રસીની કિંમત માત્ર ડોઝ દીઠ $4 રહેશે.
મેલેરિયાથી દર વર્ષે 200 મિલિયનથી વધુ લોકો મેલેરિયાથી બીમાર પડે છે અને દર વર્ષે લગભગ 600,000 લોકો મરણ પામે છે, જેમાંથી મોટા ભાગના લોકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોય છે. R21/Matrix-M 3 વર્ષની વય સુધીના બાળકોને 4 અઠવાડિયાના અંતરે ત્રણ ડોઝ તરીકે આપવામાં આવે છે, ત્યારબાદ એક વર્ષ પછી બૂસ્ટર આપવામાં આવે છે.
દાતુનો પરિવાર મૂળ ઇસ્ટ આફ્રિકાનો છે અને તેઓ બાળપણથી જ મેલેરિયા સાથે સંકળાયેલા જોખમોથી સારી રીતે વાકેફ હતા.