મોહમ્મદ કાશિફ ખોખરની કંપની KAU મીડિયા ગ્રુપ (KMG)એ PPEના ઉત્પાદન અથવા સપ્લાય કરવાનો કોઈ અનુભવ ન હોવા છતાં, સ્પર્ધાત્મક ટેન્ડર વિના PPE નું £40 મિલીયનનો સરકારી કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો છે. જો કે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ખોખરને ત્રણ મહિલા કર્મચારીઓ પર જાતીય હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ મહિલાઓ સામેના આરોપોમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
મોહમ્મદ કાશિફ ખોખર, KAU મીડિયા ગ્રુપ (KMG) ના ચીફ એક્ઝિક્યુટિવ છે અને નવેમ્બરમાં દોષી સાબિત થયા હોવા છતાં આ કેસની હજુ સુધી જાણ કરવામાં આવી નથી. કંપનીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર, 43 વર્ષીય ખોખરની ફેબ્રુઆરી 2021માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાય તેમણે લાસ વેગાસની સફર સહિત કંપનીના કાર્યક્રમોમાં હાજરી આપવાનું ચાલુ રાખ્યું હતું.
ખોખરને 16 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી, જે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. તથા તેને 80 કલાકનું અવેતન કામ પૂર્ણ કરવા, 40 દિવસની રીહેબીલીટેશન એક્ટીવીટીઝ પૂર્ણ કરવા અને ત્રણ પીડિતોને વળતર તરીકે £2,000 તેમજ કોર્ટ કાર્યવાહી ખર્ચ પેટે £9,000 ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.