(PTI Photo)
ભારતીય વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવનારા સિએટલના પોલીસ અધિકારીને આખરે સસ્પેન્ડ કરાયો છે. પોલીસ અધિકારીની અસંવેદનશીલ ટિપ્પણીઓ અને વર્તનને કારણે ભારે આક્રોશ ફેલાયો હતો. 23 જાન્યુઆરીએ સિએટલના પોલીસ ઓફિસર કેવિન ડેવના વ્હિકલે 23 વર્ષીય જાહ્નવી કંડુલાને ટક્કર મારતા તેનું મોત થયું હતું. ડેવ પ્રતિકલાક 74 માઇલની ઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કંડુલા પોલીસ પેટ્રોલિંગ વાહન સાથે અથડાઈને 100 ફૂટ દૂર પટકાઈ હતી. ભારતીય વિદ્યાર્થીના આ મોતની પોલીસ અધિકારી ડેનિયલ ઓડરરે મજાક ઉડાવી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments