ANI_20240723056

* નવી ટેક્સ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન  રૂ.50,000થી વધારીને રૂ.75,000 કરાયું

* નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર: રૂ.3-7 લાખની આવક માટે 5 ટકા, રૂ. 7-10 લાખ માટે 10ટકા, રૂ. 10-12 લાખ માટે 15 ટકા ટેક્સ

* નવી ટેક્સ સિસ્ટમમાં પગારદાર કર્મચારી વર્ગને આવકવેરામાં 17,500 રૂપિયા સુધીની બચત કરશે

* કેન્સરની ત્રણ દવાઓ ટ્રાસ્ટુઝુમાબ ડેરુક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને દુર્વાલુમાબને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ

* સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા કરવામાં આવી છે.

* સિક્યોરિટીઝના ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધીને અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા થયો.

* સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે રોકાણકારોના તમામ વર્ગો માટે એન્જલ ટેક્સ નાબૂદ

* વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ રેટ 40 થી ઘટાડીને 35 ટકા.

* અમુક નાણાકીય અસ્કયામતો પર ટૂંકા ગાળાના લાભ પર 20 ટકા ટેક્સ

* લિસ્ટેડ ઇક્વિટીમાંથી રૂ. 1.25 લાખ સુધીના લાંબા ગાળાના મૂડી લાભોને ટેક્સ મુક્તિ

* ઈ-કોમર્સ ઓપરેટરો પર ટીડીએસ દર એકથી ઘટીને 0.1 ટકા

* સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની નિયત તારીખ સુધી TDSની ચુકવણીમાં વિલંબ ગુનો નહીં ગણાય

* સરકાર છ મહિનામાં આવકવેરા ધારા, 1961ની વ્યાપક સમીક્ષા પૂર્ણ કરશે

* બાકીના ક્ષેત્રોમાં વિસ્તરણ કરવા માટે GSTને સરળ અને તર્કસંગત બનાવવામાં આવશે

* રાજકોષીય ખાધ નાણાકીય વર્ષમાં જીડીપીના 4.9 ટકા રહેવાની ધારણા છે, જે આગામી વર્ષે 4.5 ટકાથી નીચે આવશે

* બજેટ રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત

* કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી

* FY25માં સરકારનો મૂડીખર્ચ રૂ.11.11 લાખ કરોડ રહેવાનો અંદાજ

* બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા આંધ્રપ્રદેશને રૂ. 15,000 કરોડની વિશેષ નાણાકીય સહાય.

 

LEAVE A REPLY