પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના 117 ખેલાડીઓ તથા 140 સપોર્ટ સ્ટાફ ભાગ લેશે. સપોર્ટ સ્ટાફ પૈકી 72 સભ્યોને સરકારી ખર્ચે સામેલ થવાની પણ મંજુરી અપાઈ હતી. પેરિસ ઓલિમ્પિક્સનો 26 જુલાઈથી પ્રારંભ થશે અને 11 ઓગસ્ટના રોજ તેનું સમાપન થશે. અગાઉ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના 119 ખેલાડીઓએ ભાગ લીધો અને સાત મેડલ હાંસલ કર્યા હતા, જેમાં નીરજ ચોપરાના જેવેલીન થ્રોના ઐતિહાસિક ગોલ્ડનો પણ સમાવેશ થયો હતો.
ભારત માટે લંડન ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા શૂટર ગગન નારંગ ભારતના ચીફ-ડી-મિશન રહેશે. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના ઉપપ્રમુખ પણ છે.
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના એથ્લેટ્સની અત્યારસુધીની સૌથી મોટી 29 (11 મહિલા અને 12 પુરૂષ) ની ટીમનો સમાવેશ થાય છે. એ પછી શૂટિંગ (21), હોકી (19) છે. ટેબલ ટેનિસમાં ભારતના અને બેડમિન્ટનમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી વી સિંધૂ સહિત સાત ખેલાડી સામેલ છે. કુસ્તી, તિરંદાજી અને બોક્સિંગમાં છ-છ ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત ગોલ્ફમાં ચાર, ટેનિસમાં ત્રણ, સ્વિમિંગમાં બે, સેઈલિંગમાં બે ખેલાડીઓ છે. ઘોડેસવારી, જૂડો, રોવિંગ અને વેઈટલિફ્ટિંગમાં એક-એક ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. શૂટિંગમાં 11 મહિલા તથા 10 પુરૂષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. વેઈટલિફ્ટિંગમાં ભારતની મીરાબાઈ ચાનુ એકમાત્ર ખેલાડી 49 કિ.ગ્રા વજનવર્ગમાં ભાગ લેશે.