(ANI Photo)
બોલીવૂડ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાને એક આદર્શ દંપતી માનવામાં આવે છે. તેમના લગ્નને 12 વર્ષ થયા છે અને તેમને બે સુંદર બાળકો પણ છે. હવે તેમણે  તેમના જીવન સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ સંકલ્પ લીધો છે. તેના અંગે તેઓ ઘણા સમયથી વિચારી રહ્યા હતો.
હકીકતમાં તેમણે મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે.આ અંગે તેમણે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકવામાં આવી છે અને તેમના ચાહકો માટે તેમનો એક વીડિયો શેર કર્યો છે અને આ દેશમુખ દંપતીની પ્રશંસા કરીને તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વીડિયોમાં રિતેશ અને જેનેલિયાએ તેને સુંદર ભેટ ગણાવી છે અને લોકોને અંગોનું દાન કરવાની અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને અંગદાન અંગે જાગૃત કર્યા હતા. અંગદાન ખરેખર એક ઉમદા કાર્ય છે. મૃત્યુ પછી તમે તમારા અંગો દ્વારા 8-9 લોકોના જીવન બચાવી શકો છો. આનાથી તમે કોઈના જીવનમાં ઘણી ખુશીઓ ભરી શકો છો અને તમે તેમનામાં હંમેશ માટે જીવંત રહી શકો છો. હૃદય, ફેફસાં, લીવર, કિડની, સ્વાદુપિંડ અને આંતરડાનું દાન કરી શકાય છે. આ સિવાય ટિશ્યુ પણ દાન કરી શકાય છે, તેમાં આંખનો પડદો, હાડકા, ચામડી, હૃદયનો વાલ્વ, રક્તવાહિનીઓ વગેરેનો સમાવેશ થાય છે. 18 વર્ષ પછી કોઈપણ સ્વસ્થ વ્યક્તિ પોતાના અંગોનું દાન કરી શકે છે.

LEAVE A REPLY