REUTERS/Evelyn Hockstein File Photo/File Photo

પ્રેસિડન્ટની રેસમાંથી ખસી જવાના જો બાઇડનના નિર્ણયને તમામ પાંચ ઇન્ડિયન અમેરિકન સાંસદોએ આવકાર્યો હતો અને તેમાથી ત્રણ સાંસદોએ ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત નવા ઉમેદવાર તરીકે કમલા હેરિસનીને સમર્થન આપ્યું હતું.

વર્તમાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પાંચ ભારતીય-અમેરિકન સાંસદો છે. તેમાં રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, શ્રી થાનેદાર, પ્રમિલા જયપાલ અને અમી બેરાનો સમાવેશ થાય અને તેઓ તમામ ડેમોક્રેટ્સ છે. તેમાંથી ખન્ના, થાનેદાર અને જયપાલ એમ ત્રણ સાંસદો અત્યાર સુધી હેરિસને સમર્થન આપી ચૂક્યા છે. શાસક ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે હેરિસને સમર્થન આપનારા પાંચ ભારતીય-અમેરિકન સાંસદોમાં જયપાલ પ્રથમ હતા. હેરિસને સમર્થન જાહેર કરતાં જયપાલે જણાવ્યું હતું કે “પ્રેસિડન્ટ માટે કમલા હેરિસ. ચાલો ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીએ અને ઈતિહાસ રચીએ.”

ચાર વખતના સાંસદ જયપાલે જણાવ્યું હતું કે વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે હમણાં જ મને ફોન કર્યો હતો અને મેં તેમને કહ્યું કે હું તેમના પ્રેસિડન્ટ પદ માટે 1000 ટકા તૈયાર છું! તેઓ સ્માર્ટ અને અનુભવી છે તથા તેમની પાસે નવેમ્બરમાં અમને વિજય તરફ દોરી જવાનો એજન્ડા છે. જયપાલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન મહિલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ પાર્ટીમાં એક શક્તિશાળી અવાજ તરીકે ઉભર્યા છે અને સૌથી એક પ્રભાવશાળી ડેમોક્રેટિક સાંસદ તરીકે તેમની ગણના થાય છે.

રો ખન્નાએ જણાવ્યું હતું કે “અમારા નોમિની તરીકે કમલા હેરિસનું સમર્થન કરતાં મને ગર્વ છે. પ્રથમ આફ્રિકન અમેરિકન મહિલા અને પ્રથમ એશિયન અમેરિકન તરીકેની તેમની ઉમદા ઉમેદવારી અમારા પક્ષમાં નવી ઉર્જાનો સંચાર કરશે. અમારી પાર્ટી હવે નવી આશાના સંદેશ અને ભવિષ્ય માટેના વિઝન પર ચાલશે.”

થાનેદારે એક નિવેદનમાં કહ્યું કે તેમને કોઈ શંકા નથી કે પ્રેસિડન્ટ ટ્રમ્પને હરાવી શક્યા હોત,  પરંતુ હું તેમના નિર્ણયનું સન્માન કરું છું અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના તેમના સમર્થનને સંપૂર્ણ સમર્થન આપું છું અને પડઘો પાડું છું. તેઓ એક અદભૂત નોમિની હશે અને એક અદભૂત પ્રેસિડન્ટ હશે. હું બીજા 4 વર્ષ માટે એવા ડેમોક્રેટ્સ પ્રેસિડન્ટ માટે આતુર છું, જે લોકોને પ્રથમ સ્થાન આપે છે.

વર્જીનિયાના સેનેટર સુહાસ સુબ્રમણ્યમે પણ તેમના સમર્થનની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે “આ વર્ષે અમારા ઉમેદવાર તરીકે વાઇસ પ્રેસિડેન્ટ હેરિસને સમર્થન આપવા બદલ મને ગર્વ છે. કમલા હેરિસ યોગ્ય સમયે કામ કરાવવા માટે યોગ્ય નેતા છે. પરંતુ જો આપણે ગૃહ અને સેનેટ જીતીશું નહીં તો અમે આવતા વર્ષે કંઈપણ કરી શકીશું નહીં”

મોન્ટગોમરી કાઉન્ટી કમિશનર નીલ માખીજાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક તક માટે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને સમર્થન આપવાનો મને ગર્વ અને ઉત્સાહ છે.આવતા અઠવાડિયા અને મહિનાઓમાં, હું પેન્સિલવેનિયા અને ન્યુ યોર્ક અને સમગ્ર દેશમાં કમલા હેરિસ માટે ભંડોળ ઊભુ કરવાના કાર્યક્રમોનું આયોજન કરીશ.

જ્યોર્જિયા સ્ટેટ સેનેટના ઉમેદવાર અશ્વિન રામાસ્વામીએ ડેમોક્રેટિક નોમિની તરીકે હેરિસને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે “ઉપપ્રમુખ હેરિસ અમેરિકાના પ્રથમ ભારતીય-અમેરિકન પ્રેસિડન્ટ તરીકે ઇતિહાસ રચશે.

LEAVE A REPLY