(PTI Photo)

આદિવાસીની વસ્તીનું પ્રભુત્વ ધરાવતા રાજ્ય ઝારખંડમાં આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેન પોતાને આદિવાસી મુખ્યપ્રધાન કહે છે, પરંતુ આદિવાસીઓની કાળજી લેવાને બદલે તેઓ ઘુસણખોરોનું રક્ષણ કરી રહ્યા છે. ઘુસણખોરો જમીન અને લવ જેહાદ દ્વારા આદિવાસીની જમીન લૂંટે રહ્યાં છે.

સોરેન સરકારને ઉખાડી ફેંકીને ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં લાવવાની હાકલ કરતાં તેમણે હેમંત સોરેનની આગેવાની હેઠળની ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન સરકારને દેશની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી.

રાજધાની રાંચીના પ્રભાત તારા મેદાનમાં ભાજપની પ્રદેશ કાર્યકારી સમિતિની બેઠકમાં ભાજપના કાર્યકરોને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરી માટે મુખ્યપ્રધાન હેમંત સોરેન જવાબદાર છે. ગૃહપ્રધાન વચન આપ્યું હતું કે ઝારખંડમાં ભાજપની સરકાર બને કે તરત જ આદિવાસીઓની વસ્તી ઓછી ન થાય અને તેઓને અનામતનો વાસ્તવિક લાભ મળે તે માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવશે.

LEAVE A REPLY