ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ પછીના બહુચર્ચિત બિલકિસ બાનો કેસમાં બે દોષિતોને સુપ્રીમ કોર્ટ જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે આ બે દોષિતોની વચગાળાની જામીન અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો છે. આ દોષિતોએ આઠ જાન્યુઆરીએ મળેલી સજામાં મુક્તિને રદ કરવાના નિર્ણયને પડકાર્યા હતા અને સવાલ કર્યો હતો કે આવું કેમ થઇ શકે? જોકે સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઇનકાર કરતાં જ દોષિતોએ અરજી પાછી લેવી પડી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજયકુમારની બેન્ચે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની જ વધુ એક બેન્ચના આદેશ પર અપીલ કેવી રીતે થઇ શકે? આ અરજી સુનાવણીને યોગ્ય છે જ નહિ. બેન્ચના કડક વલણને જોતાં જ દોષિતોના વકીલે અરજી પાછી ખેંચી હતી. બિલકિસ બાનો કેસના દોષિતો રાધેશ્યામ ભગવાનદાસ શાહ અને રાજુભાઇ બાબુલાલ સોનીના વકીલે અરજી પાછી ખેંચવાની મંજૂરી માગી હતી.

LEAVE A REPLY