– બાર્ની ચૌધરી
એશિયન મીડિયા ગ્રુપ (AMG) અને યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન દ્વારા લોંચ કરાયેલા પાયોનિયર્સ પ્રોજેક્ટમાં યુકેમાં જીવનને ઉન્નત અને સમૃદ્ધ બનાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવનાર AMGના સ્થાપક શ્રી રમણીકલાલ સોલંકી સહિત સાઉથ એશિયાના 10 અગ્રણીઓની પ્રોફાઇલ રજૂ કરાઇ છે. જે આ મુજબ છે.
મીરા સ્યાલ
હાસ્ય કલાકાર, લેખક, નાટ્યકાર, ગાયક, પત્રકાર અને અભિનેત્રી તરીકે પ્રખ્યાત મીરા સ્યાલ દેશનો ખજાનો છે. તેમણે 1993ની કોમેડી-ડ્રામા ફિલ્મ ‘ભાજી ઓન ધ બીચ’ માટે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા અને તેણે પેઢીઓ વચ્ચેનો સાઉથ એશિયન મહિલાઓ વચ્ચેના તણાવને બહાર કાઢ્યો હતો. 2023માં, આર્ટ્સ ચેરિટી, BAFTAએ તેણીને ફેલોશિપથી માન્યતા આપી હતી.
અઝીમ રફીક
2021માં અઝીમ રફીકે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં તેમના સમય દરમિયાન સહન કરેલા રેસીઝમ અંગે સ્પોર્ટ એન્ડ કલ્ચરલ સીલેક્ટ કમિટી સમક્ષ જુબાની આપી હતી. જે રમતમાં વ્યાપેલ સંસ્થાકીય, માળખાકીય અને પ્રણાલીગત જાતિવાદની તપાસ તરફ દોરી ગઇ હતી. આમ હવે સાઉથ એશિયાના ક્રિકેટરોની ભાવિ પેઢીઓને ભેદભાવનો સામનો કરવો પડશે નહીં, જે બ્રિટનમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખશે. જૂન 2024માં, તેમણે તેનું સંસ્મરણ ‘ઇટ્સ નોટ બેન્ટર, ઇટ્સ રેસીઝમ: વોટ ક્રિકેટ્સ ડર્ટી સિક્રેટ અવર સોસાયટી’ પ્રકાશિત કર્યું હતું.
પોપી જમાન
અગ્રણી વૈશ્વિક નોન પ્રોફિટ સંસ્થા માઇન્ડફોરવર્ડ એલાયન્સના સ્થાપક અને એક્ઝિક્યુટિવ વાઇસ ચેર જમાન કાર્યસ્થળની સંસ્કૃતિને બદલવા માંગે છે. જેથી કંપનીઓ તેમના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને ટેકો આપે. 2007માં, આરોગ્ય વિભાગે તેમને સમગ્ર ઇંગ્લેન્ડમાં માનસિક સ્વાસ્થ્ય તાલીમ કેવી રીતે બહાર પાડી શકે તેની તપાસ કરવા પોપાને કહ્યું હતું. તે વર્ષે, ઈંગ્લેન્ડમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર મેન્ટલ હેલ્થે માનસિક સ્વાસ્થ્ય પ્રાથમિક સારવારના કોર્સ ઓફર કરવાનું શરૂ કર્યું હતું.
નીલ બાસુ
યુકેના કાઉન્ટર ટેરરીઝમના પ્રથમ વડા નીલ બાસુ મેટ્રોપોલિટન પોલીસમાં તેમની સમગ્ર પોલીસિંગ કારકિર્દી ગાળ્યા બાદ નવેમ્બર 2022માં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. બસુએ સ્વીકાર્યું હતું કે પોલીસ સંસ્થાકીય રીતે જાતિવાદી છે કે કેમ તે અંગે તેમણે યુ-ટર્ન લીધો હતો. આવું મે 2020 માં યુએસમાં અશ્વેત અમેરિકન, જ્યોર્જ ફ્લોયડની હત્યા પછી થયું હતું. બસુએ ખુલાસો કર્યો હતો કે એક અશ્વેત, મહિલા અધિકારીએ મેટ્રોપોલિટન પોલીસ સહકાર્યકરોની વચ્ચે હત્યાની અસર વિશે તેમને પત્ર લખ્યો હતો.
સાઉથોલ બ્લેક સિસ્ટર્સ
ફાસીવાદ વિરોધી કાર્યકર્તા બ્લેર પીચની હત્યા બાદ 1979માં સ્થપાયેલ આ પ્રચાર જૂથના કાર્યથી સાઉથ એશિયાઈ સમુદાયોની મહિલાઓની પેઢીઓને મદદ મળી છે. ભૂતપૂર્વ શિક્ષકે સાઉથોલ ટાઉન હોલ ખાતે નેશનલ ફ્રન્ટની રેલી સામેના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ જૂથે શોષણ કરતા પતિને જીવતા સળગાવી હત્યા કરવા બદલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા કિરણજીત આહલુવાલિયાને જેલમાંથી મુક્ત કરવામાં મદદ કરીને ઈતિહાસ રચ્યો હતો. SBS એ સાબિત કર્યું હતું કે તેણીને પર્યાપ્ત કાનૂની સલાહ આપવામાં આવી ન હતી.
સાજીદ જાવિદ
અન્ય વંશીય રાજકારણીઓને અનુસરવા માટેનો માર્ગ દોરનાર અને પ્રથમ સાઉથ એશિયન ચાન્સેલર, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, બિઝનેસ સેક્રેટરી, કલ્ચર સેક્રેટરી અને કોમ્યુનિટી સેક્રેટરી જાવિદ રાજકીય અગ્રણી છે. ક્રિકેટ ક્લબે પોતાના અહેવાલમાં ‘પા**” એ મજાક છે’ એવો નિષ્કર્ષ આપ્યા પછી જાવિદે ક્રિકેટર અઝીમ રફીકના સમર્થનમાં પ્રખ્યાત ટ્વિટ કર્યું હતું કે, “પા**” એ મશ્કરી નથી.”
સરદાર હરનામ સિંહ રૂખ
પાયોનિયર સરદાર હરનામ સિંહ રૂખ પોતાના ખિસ્સામાં ત્રણ પાઉન્ડ લઈને યુકે આવ્યા હતા. પરંતુ યુકેમાં તેમનું જીવન સાઉધમ્પ્ટનમાં તમામ સમુદાયોને મદદ કરવામાં વિતાવ્યું હતું. 1988માં તેમનું દેહાંત થયું ત્યાં સુધીમાં આ નમ્ર બિઝનેસમેન સેંકડો લોકોમાં “શહેરના શીખોના પિતા” તરીકે જાણીતા થયા હતા.
ડૉ ચાંદ નાગપોલ
નાગપોલ 2017માં ડોકટરોના યુનિયન, બ્રિટીશ મેડિકલ એસોસિએશનનું નેતૃત્વ કરનાર પ્રથમ વંશીય વ્યક્તિ બન્યા હતા. સાઉથ એશિયન નામને કારણે ઘણો અસ્વીકાર થયા પછી તેમને મેડિકલ સ્કૂલમાં પ્રવેશ આપ્યો ન હતો. લંડનના જીપીએ કોવિડ દરમિયાન BMA નું નેતૃત્વ કર્યું હતું અને જોયું હતું કે વંશીય ડોકટરો તેમના શ્વેત સાથીદારોની તુલનામાં અપ્રમાણસર રીતે વધારે મરી રહ્યા છે. BMA અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, નાગપોલે NHSમાં ડોકટરો દ્વારા સામનો કરવામાં આવતા જાતિવાદનો પર્દાફાશ કર્યો હતો.
લોર્ડ નવનીત ધોળકિયા
લિબરલ-ડેમોક્રેટ પીઅર લોર્ડ ધોળકિયાએ ભૂતપૂર્વ લેબર વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સનને 1976માં રેસ રિલેશન્સ એક્ટ બનાવવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ લિબરલ ડેમોક્રેટીક પાર્ટીમાં જોડાયા હતા અને બ્રાઇટનમાં પ્રથમ સાઉથ એશિયન કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી દરમિયાન તેમને રેસીઝમનો સામનો કરવો પડ્યો હતો. 1960ના દાયકાના અંતમાં ડેટીંગ શરૂ કરનાર ધોળકિયા અને તેમના પત્ની એનને પણ કટ્ટરતાનો સામનો કરવો પડ્યો હતો. પક્ષના પ્રમુખ બનનાર તેઓ પ્રથમ લિબરલ-ડેમોક્રેટ હતા.