સિટીબોન્ડ ટ્રાવેલે 50મી વર્ષગાંઠ નિમિત્તે અદભૂત ઉજવણી કરવા યાદગાર સમર લંચનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કંપનીની નોંધપાત્ર યાત્રા, સફળતા અને અસાધારણ મુસાફરીના અનુભવો રજૂ કરાયા હતા.
સિટીબોન્ડની સમર્પિત ટીમ અને પ્રતિષ્ઠિત ભાગીદારોને એકસાથે લાવતા કાર્યક્રમમાં કંપનીની વૃદ્ધિ અને સિદ્ધિઓને પ્રતિબિંબિત કરાયા હતા. કંપનીની સફળતાનો આધાર એવી સિટીબોન્ડની મહેનતુ ટીમની પ્રતિબદ્ધતા અને તેમના અથાક પ્રયાસો અને ટ્રાવેલ ઉદ્યોગમાં કંપનીની પ્રતિષ્ઠા માટેની ભૂમિકાને સ્વીકારીને હૃદયપૂર્વક માન્યતા આપવામાં આવી હતી. તો એર ઈન્ડિયા, એમિરેટ્સ, વર્જિન એટલાન્ટિક, બ્રિટિશ એરવેઝ અને તાજ હોટેલ્સ સહિત વિવિધ ટ્રાવેલ પાર્ટનર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિટીબોન્ડ ટ્રાવેલના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ મહેતાએ જણાવ્યું હતું કે “અમારી 50 વર્ષની સફર ‘પ્રામાણિક મહેનત હંમેશા ફળ આપે છે, અને કુટુંબ પ્રથમ આવે છે’ એવી માતા-પિતાની સલાહ સાથે શરૂ કરવામાં આવી હતી. મેં હંમેશા કહ્યું છે કે ગ્રાહકો અને સપ્લાયરો સાથે મિત્રોની જેમ વર્તન કરો. વ્યવસાય કરવાની તે શ્રેષ્ઠ રીત છે અને અમને તે હાંસલ કરવા બદલ ગર્વ છે”
કંપની આગામી વર્ષોમાં સેવાઓને વધારવા અને ટ્રાવેલ ઉદ્યોગમાં શ્રેષ્ઠતાનો વારસો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. સિટીબોન્ડના મૂલ્યો અને ભવિષ્ય માટેના વિઝન સાથે સૌ લંચ લઇ છૂટા પડ્યા હતા.