REUTERS/Hannah Mckay

લંડનમાં રવિવારે ફાઇનલમાં નોવાક જોકોવિચને 6-2, 6-2, 7-6થી હરાવીને સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ સતત બીજા વખતે વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો હતો. અલ્કારાઝે એક રીતે ટેનિસ-લેજન્ડ રોજર ફેડરરની બરાબરી પણ કરી છે. ફેડરર પછી અલ્કારાઝ એવો બીજો પહેલો ખેલાડી બન્યો હતો તેને ચારેય ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં વિજય હાંસલ કર્યો છે. અલ્કારાઝ બે વિમ્બલ્ડન, એક ફ્રૅન્ચ ઓપન અને એક યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચીને ચારેયમાં ટાઇટલ જીત્યો છે.

નોવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ સતત બીજા વર્ષે વિમ્બલ્ડનની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ટકરાયા હતા. 2023ની વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝે સતત ચાર વર્ષથી ડિફેન્ડિંગ ચેમ્પિયન રહેનાર જોકોવિચને 1-6, 8-6, 6-1, 3-6, 6-4થી હરાવી પ્રથમ વાર ટેનિસ જગતની આ સૌથી લોકપ્રિય સ્પર્ધાનું ટાઇટલ જીતી લીધું હતું.

શુક્રવારે સેમીફાઇનલમાં અલ્કારાઝે રશિયાના ડેનિલ મેડવેડેવને 1-7, 6-3, 6-4, 6-4થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બીજી સેમીફાઇનલમાં જોકોવિચે ઇટલીના લોરેન્ઝો મુસેટીને 6-4, 7-2, 6-4થી પરાજિત કરી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

અગાઉ જોકોવિચ સાત વાર વિમ્બલ્ડનની સિંગલ્સની ટ્રોફી જીત્યો છે અને રવિવારના વિજય સાથે તેને વિક્રમધારક રોજર ફેડરરની જેમ આઠમી વાર ચેમ્પિયન બન્યો હતો. વિમ્બલ્ડનના સૌથી વધુ નવ ટાઇટલ મહિલા ખેલાડી માર્ટિના નવરાતિલોવાના નામે છે.

અલ્કારાઝનું આ ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું.  જોકોવિચ વર્લ્ડ નંબર-ટૂ અને અલ્કારાઝ નંબર-થ્રી છે. ઇટલીનો યાનિક સિન્નર વર્લ્ડ નંબર-વન છે. ક્વૉર્ટર ફાઇનલમાં મેડવેડેવ સામે સિન્નરનો 9-7, 4-6, 4-7, 6-2, 3-6થી પરાજય થયો હતો.

LEAVE A REPLY