REUTERS/Brendan McDermid/File Photo

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મર સહિતના વૈશ્વિક નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પરની હત્યાના પ્રયાસની નિંદા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકારણ અને લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. મોદીએ X પર કહ્યું હતું કે મારા મિત્ર, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ખૂબ જ ચિંતિત છું. આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા. મૃતકોના પરિવાર, ઘાયલ થયેલા લોકો અને અમેરિકન લોકો સાથે અમારી સંવેદન અને પ્રાર્થના

ટ્રમ્પની સુરક્ષામાં વધારો કરાશે

ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીપ્રચાર ટીમે આ હુમલા પછી ટ્રમ્પના સુરક્ષા પ્રોટોકોલને મજબૂત કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ રિપબ્લિકશન પાર્ટી તરફથી આ વર્ષે યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઉમેદવાર છે. આ ઘટના બાદ ટ્રમ્પના કેમ્પેઇન મેનેજર સુસી વાઈલ્સ અને ક્રિસ લાસિવિટાએ જણાવ્યું હતું કે હવે વધારની સુરક્ષાના પગલાં લેવામાં આવશે.

અમેરિકામાં હિંસાને કોઈ સ્થાન નથીઃ બાઇડન

યુએસ પ્રમુખ જો બાઇડન તથા અને ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા, જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને બિલ ક્લિન્ટને ડોનાલ્ડ ટ્રમ્પની  હત્યાના પ્રયાસને વખોડી કાઢીને જણાવ્યું હતું કે અમેરિકામાં હિંસાને કોઈ સ્થાન નથી. બાઇડને ફોન પર ટ્રમ્પ સાથે વાતચીત પણ કરી હતી. આ હુમલા પછી દેશને સંબોધિત કરતાં બાઇડને જણાવ્યું હતું કે આ પ્રકારની હિંસાને અમેરિકામાં કોઈ સ્થાન નથી.  આપણે આવા હુમલાને મંજૂરી આપી શકીએ નહીં. આપણે આવા ન હોઈ શકીએ. અમે આને માફ કરી શકતા નથી.

 

LEAVE A REPLY