પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશોના કથિત ખરાબ વર્તનથી નારાજ થઈને હાઈકોર્ટ બાર એસોસિએશના વકીલોએ ન્યાયાધીશોને ‘માય લોર્ડ’ અથવા ‘યોર લોર્ડશિપ’ ન કહેવાનો નિર્ણય કર્યો હતો.

બાર એસોસિએશને સખત શબ્દોમાં ઠરાવ પસાર કરી જણાવ્યું હતું કે પોતાને ભગવાન માનતા કેટલાંક માનનીય ન્યાયાધીશોના આંતરિક હુમલાથી તેઓ ન્યાયતંત્રને બચાવવા માગે છે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટ ન્યાયનું મંદિર નથી, પરંતુ ન્યાયની અદાલત છે અને ન્યાયાધીશો ભગવાન નથી, પરંતુ જાહેર સેવક છે, જેના માટે તેમને સરકારી તિજોરીમાંથી ચૂકવણી કરવામાં આવે છે. તેમની નિમણૂક આમ જનતાની સેવા કરવા માટે કરવામાં આવી છે અમે તેમને ભગવાન તરીકે સ્વીકારવાનો ઇનકાર કરીએ છીએ. ઠરાવમાં તમામ વકીલોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ન્યાયાધીશોને ‘માય લોર્ડ’ અથવા ‘યોર લોર્ડશિપ’ તરીકે સંબોધિત ન કરે. જોકે, દરખાસ્તમાં કહેવામાં આવ્યું છે કે વકીલો ન્યાયાધીશો માટે ‘સર’, ‘યોર ઓનર’ જેવા સર્વનામનો ઉપયોગ કરી શકે છે.

આ ઠરાવમાં હાઈકોર્ટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કરાયો છે, જેમાં CJIએ અદાલતોને ન્યાયના મંદિરો કહેવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ન્યાયાધીશો પોતાને તે મંદિરોના ભગવાન માની બેસે તેવું ગંભીર જોખમ છે.

LEAVE A REPLY