બિમ્સટેક સભ્ય દેશોના વિદેશ પ્રધાનો તાજેતરમાં ભારતની મુલાકાતે ગયા હતા. તેમણે શુક્રવારે વડા​​પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્તરૂપે મુલાકાત કરી હતી. વડાપ્રધાને કનેક્ટિવિટી, ઊર્જા, વેપાર, આરોગ્ય, કૃષિ, વિજ્ઞાન, સુરક્ષા અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત કરવા પર પ્રધાનોના જૂથ સાથે ફળદાયી ચર્ચા કરી હતી. તેમણે આર્થિક અને સામાજિક વિકાસના એન્જિન તરીકે બિમ્સટેકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સલામત ક્ષેત્ર માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી અને ભારતની પાડોસી પ્રથમ તથા પૂર્વ તરફ જુઓની નીતિઓ તેમજ આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ માટેના તેના સાગર વિઝનમાં તેના મહત્વ પર પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાને સપ્ટેમ્બરમાં યોજાનારી આગામી બિમ્સટેક સમિટ માટે થાઈલેન્ડને ભારતનું સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY