રાજકોટ પાસે હીરાસરમાં નવા બનેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અત્યારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ નહીં ઊડી શકે તેવું તારણ એરપોર્ટ ઓથોરિટીએ રજૂ કરતાં, રાજકોટમાં ડોમેસ્ટિક ફ્લાઈટ માટે જૂનું એરપોર્ટ ફરીથી શરૂ કરવાની માગ થઇ છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા આ મુદ્દે સંબંધિત મંત્રાલય, વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનને લેખિત રજુઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજકોટમાં હિરાસર એરપોર્ટ ખાતે માત્ર ડોમેસ્ટિક ફૂલાઇટ્સનું સંચાલન થશે અને ઇન્ટરનેશનલ ફલાઇટ્સ નહીં આવી શકે તેવી જાહેરાત બાદ પ્રવાસીઓની સુવિધા માટે રાજકોટના જૂના એરપોર્ટને ફરીથી કાર્યરત કરવું જોઇએ.
રાજકોટ દેશના 10 સૌથી ઔદ્યોગિક શહેરમાં સ્થાન ધરાવે છે, જે દેશની આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તે સૌરાષ્ટ્ર પ્રદેશનું કેન્દ્ર છે જે અમદાવાદ, સુરત કોરિડોર પછી સૌથી વધુ યોગદાન આપી રહ્યું છે. તેની પાસે તમામ બંદરો છે અને તે દેશમાં નિકાસ વ્યવસાય માટે ખૂબ જ નિર્ણાયક છે. તે કૃષિ ઉત્પાદનોથી લઈને મોટા ઔદ્યોગિક મશીનરીનું ઉત્પાદન કરે છે. તેમાં સોમનાથ અને દ્વારકા જેવા સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનો અને સાસણ ગીર જંગલ અને પોરબંદર, ગાંધીજીનું જન્મ સ્થળ જેવા પ્રવાસન સ્થળો પણ છે. હિરાસર એરપોર્ટ શહેરથી 30 કિલોમીટર દૂર છે અને જો ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરવામાં આવતી નથી, તો રાત્રિના સમયે સેવાઓની જરૂર પડશે નહીં. આ વાતને ધ્યાને લઇને એરપોર્ટ પ્રવાસીઓ માટે સમય અને નાણાં બંનેની બચત કરવા માટે ખૂબ અનુકૂળ છે.
સૌરાષ્ટ્રના 8 જિલ્લાના મુસાફરો આ એરપોર્ટનો જ ઉપયોગ કરે છે. જૂના એરપોર્ટ પર તમામ સુવિધા અકબંધ છે જેનો તાત્કાલિક અસરથી ઉપયોગ કરી શકાય છે.

LEAVE A REPLY