એર ઈન્ડિયાએ તેની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પર મુસાફરો માટે રિયલ ટાઈમ બેગેજ ટ્રેકિંગ ફીચર રજૂ કર્યું છે. તાજેતરના સમયમાં, એરલાઈન સામે સામાન ગુમ થવા અંગે અને સામાન મેળવવામાં વિલંબની ફરિયાદો થઈ છે. આ નવી ફિચર્સથી મુસાફરોના સામાન ખોવાઈ જવાની શક્યતામાં ઘટાડો થશે.
ટાટા ગ્રૂપની માલિકીની કેરિયરે ગુરુવારે જણાવ્યું હતું કે એરલાઇનના સ્ટાફના કોઈપણ હસ્તક્ષેપ વિના મુસાફરોને સીધી આ સુવિધા પૂરી પાડનારી તે વિશ્વ કેટલીક પસંદગીઓની એરલાઇન્સમાં સ્થાન મેળવ્યું છે.
આ નવી ફિચર્સથી મુસાફરોને બેગેજના વર્તમાન સ્થાન અને તેના આગમન વિગતો રિયલ ટાઇમ ધોરણે મળશે. સ્ટેટસ કવરેજમાં ચેક-ઈન, સિક્યોરિટી ક્લિયરન્સ, એરક્રાફ્ટ લોડિંગ, ટ્રાન્સફર અને બેગેજ ક્લેમ એરિયામાં આગમન જેવી બેગેજ ટ્રેકિંગ ટેકનોલોજી ઉપલબ્ધ છે તે તમામ મહત્ત્વના ટચ પોઇન્ટનો સમાવેશ થાય છે.