. (Photo by Alex Davidson/Getty Images)
આગામી ટી-20 વર્લ્ડ કપ  ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાશે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ 20 ટીમો ભાગ લેશે અને કુલ 55 મેચ રમાશે, એ રીતે સ્પર્ધાની એકંદર ફોર્મેટ આ વર્ષ મુજબની જ રહેશે.
યજમાન હોવાના નાતે ભારત અને શ્રીલંકાને ડાયરેક્ટ એન્ટ્રી મળે છે. બાકીની ટીમોમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.
આ રીતે કુલ 9 ટીમો થાય છે.બાકી 3 ટીમો 30 જૂન સુધીની આઈસીસી ટી-20 ટીમ રેન્કિંગના આધારે નક્કી થઈ છે. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ સુપર-8માં નહીં પહોંચી હોવા છતાં રેન્કિંગમાં સારી પોઝિશિનમાં હોવાના કારણે ત્રણેય ટીમોને આગામી ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું છે.12 ટીમોની ડાયરેક્ટ એન્ટ્રી પછી ખાલી રહેલી 8 ટીમોની જગ્યા માટે અલગ-અલગ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ રમાશે.

LEAVE A REPLY