(PTI Photo)

ઉત્તરપ્રદેશના ઉન્નાવ નજીક બુધવારે લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર ડબલ ડેકર બસ અને દૂધના ટેન્કર વચ્ચેના ભયાનક અકસ્માતમાં 18ના મોત થયા હતા અને બીજા 19 ઘાયલ થયો હતો. ડબલ ડેકર બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી ત્યારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર વહેલી સવારે પાછળથી દૂધના ટેન્કરને ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે બસના ફૂરચા ઉડી ગયા હતા અને દૂધનું ટેન્કર પણ ઉથલી પડ્યું હતું. હાઈવે પર પણ લાશોના ઢગલા જોવા મળ્યા હતા.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકો માટે ₹ બે લાખ અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ₹ 50,000નું વળતર આપવાની જાહેરાત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બિહારના શિયોહરથી દિલ્હી જઈ રહેલી બસને એક્સિડન્ટ નડ્યો હતો. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર આ ઘટના બની હતી. સ્લીપર બસ એક દૂધના ટેન્કરને હાઈ સ્પીડમાં ઓવર ટેક કરવા જતી હતી ત્યારે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બે મહિલાઓ અને દસ વર્ષના એક બાળક સહિત 18 મુસાફરોના મોત થયા હતાં. 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ એક્સિડન્ટમાં મૃત્યુઆંક એટલા માટે પણ વધારે છે કારણ કે બસમાં કેપેસિટી કરતા વધારે પેસેન્જર ભરવામાં આવ્યા હતા. આ બસમાં બાળકો સહિત 100 જેટલા મુસાફરો બેઠા હતા.

 

LEAVE A REPLY