(PTI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે સત્તાવાર રીતે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટેની અસાધારણ સેવાઓ બદલ ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ’ એવોર્ડથી સન્માનિત કર્યા હતાં. માસ્કોમાં એક સમારોહમાં એવોર્ડ મેળવ્યા પછી મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ પ્રાપ્ત કરીને સન્માનિત છું. હું તેને ભારતના લોકોને સમર્પિત કરું છું.” 1698માં ઝાર પીટર ધ ગ્રેટ દ્વારા ભગવન ઇસુના પ્રથમ એપોસ્ટલ અને રશિયાના મેન્ટર સંત સેન્ટ એન્ડ્રુના માનમાં સ્થપાયેલ કરાયેલા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસલ એ રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

LEAVE A REPLY