(ANI Photo/Mohd Zakir)
એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) એ 26 જુલાઈથી શરૂ થઈ રહેલી પેરિસ ઓલિમ્પિક્સ માટે 28 સભ્યોની ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરી છે. ટોક્યો ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને ભારતીય ટીમનું નેતૃત્વ સોંપાયું છે.
નીરજ ચોપરાની સાથે આ વખતે કિશોર જેના પણ જેવેલિન થ્રો ની સ્પર્ધામાં ભાગ લેવાનો છે. તે ઉપરાંત ગયા વર્ષે એશિયન ગેમ્સમાં મહિલા જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ વિજેતા રહેલી અન્નુ રાની પેરિસમાં જેવલિન થ્રોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પેરિસ ઓલિમ્પિક માટે 28 સભ્યોની એથ્લેટિક્સ ટીમમાં 17 પુરૂષ અને 11 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ આ મુજબ રહેશેઃ
પુરૂષો: અવિનાશ સાબલે (3,000 મીટર સ્ટીપલચેસ), નીરજ ચોપરા, કિશોર કુમાર જેના (જેવેલિન થ્રો), તજિન્દરપાલ સિંહ તૂર (શોટ પુટ), પ્રવીણ ચિત્રવેલ, અબ્દુલ્લા અબુબકર (ટ્રીપલ જમ્પ), અક્ષદીપ સિંહ, વિકાસ સિંહ, પરમજીત સિંહ બિષ્ટ (20 કિમી વૉકરેસ), મુહમ્મદ અનસ, મુહમ્મદ અજમલ, અમોજ જેકબ, સંતોષ તમિલરાસન, રાજેશ રમેશ (4x400m રીલે), મિજો ચાકો કુરિયન (4x400m રીલે), સૂરજ પન્વર (વોક મિક્સ્ડ મેરેથોન), સર્વે અનિલ કુશારે (લોંગ જમ્પ).
મહિલાઃ કિરણ પહલ (400 મીટર), પારુલ ચૌધરી (3,000 મીટર સ્ટીપલચેસ અને 5,000 મીટર), જ્યોતિ યારાજી (100 મીટર હર્ડલ્સ રેસ), અન્નુ રાની (જેવેલિન થ્રો), આભા ખટુઆ (શોટ પુટ), જ્યોતિકા શ્રી દાંડી, સુભા વેંકટેશન, વિથ્યા રામરાજ, પૂવમ્મા (4x400m રીલે), પ્રાચી (4x400m), પ્રિયંકા ગોસ્વામી (20km વૉક રેસ).

LEAVE A REPLY