(PTI Photo)

પુરીમાં રવિવાર, 7 જુલાઈએ ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણેય રથોની ‘પરિક્રમા’ કરી હતી અને દેવતાઓ સમક્ષ પ્રણામ કર્યાં હતા. રાષ્ટ્રપતિ, ઓડિશાના રાજ્યપાલ રઘુબર દાસ, ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મુખ્ય જગન્નાથ રથને જોડતા દોરડા ખેંચીને પ્રતીકાત્મક રીતે વિશાળ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન બલભદ્રના લગભગ 45 ફૂટ ઊંચા લાકડાના રથને હજારો લોકોએ ખેંચ્યો હતો. તે પછી દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથના હતાં.

‘જય જગન્નાથ’ અને ‘હરિબોલ’ નારા સાથે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. પવિત્ર પ્રસંગની ઝલક મેળવવા લાખ્ખો ભક્તો ઉમટી પડ્યાં હતા. રથયાત્રા શરૂ થતાં પહેલાં વિવિધ કલાકાર જૂથોએ રથની આગળ ‘કીર્તન’ (ધાર્મિક ગીતો) અને ઓડિસી નૃત્ય રજૂ કર્યું હતું.

વાર્ષિક રથયાત્રામાં માટે લગભગ એક મિલિયન ભક્તો આ નગરમાં એકઠા થયા હોવાનો અંદાજ છે.મોટાભાગના શ્રદ્ધાળુઓ ઓડિશા અને પડોશી રાજ્યોના હતા. વિદેશમાંથી પણ ઘણા લોકો વૈશ્વિક સ્તરે સૌથી મોટી ધાર્મિક શોભાયાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન મુખ્યપ્રધાન મોહન માઝી પુરીમાં પહોંચ્યા હતાં. અને પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીને મળ્યાં હતાં.

દિવસની શરૂઆતમાં ત્રણ કલાક લાંબી ‘પહાંડી’ વિધિ પૂર્ણ થયા પછી  ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા બપોરે 2.15 વાગ્યે પોતપોતાના રથમાં બિરાજમાન થયા હતા. આ સમયે પૂરી મંદિરના સિંહ દ્વાર ખાતે ‘જય જગન્નાથ’ મંત્રોચ્ચાર, ગોંગ, શંખ અને કરતાલના નાદ સંભળાતા હતા.

ઓરિસ્સાના પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર, દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે એક વિશાળ રથયાત્રા કાઢવામાં આવે છે.  ત્યારબાદ તે અષાઢ મહિનાના શુક્લ પક્ષની 10મી તારીખે પૂર્ણ થાય છે.

 

LEAVE A REPLY