વિમ્બલ્ડન મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં શનિવારે રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એડબેનના અભિયાનનો અંત આવ્યો હતો. આ જોડી હેન્ડ્રીક જેબેન્સ અને કોન્સ્ટેન્ટિન ફ્રેન્ટઝેન સામે સીધા સેટમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.
બીજી ક્રમાંકિત બોપન્ના અને એબ્ડેનની જોડી બિનક્રમાંકિત જર્મન હરીફો સામે એક કલાકથી ઓછા સમયમાં 3-6, 6-7 (4)થી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપનના વિજેતા બોપન્ના અને એબ્ડેને પ્રથમ સેટમાં ગુમાવ્યા પછી જેબેન્સ અને ફ્રેન્ટઝેન પણ સરળ મેચ બની હતી. બીજો સેટ પાંચ ગેમમાં બરાબરી પર હતો ત્યારે વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. સેટમાં કોઈ સર્વિસ બ્રેક નહોતો.
અગાઉ વિમ્બલ્ડન મેન્સ ડબલ્સ મેચમાં ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેને બુધવારે રોબિન હાસ અને સેન્ડર એરેન્ડ્સને સરળતાથી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
આ ઈન્ડો-ઓસ્ટ્રેલિયન જોડી ગયા વર્ષે સિઝનના ત્રીજા ગ્રાન્ડ સ્લેમની સેમિફાઈનલમાં પહોંચી હતી. આ પહેલા બુધવારે ભારતના સુમિત નાગલ અને તેના સર્બિયન જોડીદાર ડુસાન લાજોવિકને સ્પેનિયાર્ડ્સ પેડ્રો માર્ટિનેઝ અને જૌમ મુનારે પ્રથમ રાઉન્ડમાં બહાર ફેંકી દીધા હતાં. માર્ટિનેઝ અને મુનારે એક કલાક અને સાત મિનિટમાં 6-2, 6-2થી જીત મેળવી હતી.