PTI Photo)

ગુજરાતના સુરત શહેરમાં છ માળની ઈમારત ધરાશાયી થવાથી રવિવારે મૃત્યુઆંક વધીને સાત થયો હતો. કાટમાળમાંથી વધુ છ મૃતદેહો રાત્રે મળી આવ્યાં હતા. આ બિલ્ડિંગના રહેવાસીઓ પાસેથી ભાડું વસૂલ કરતાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી તથા બિલ્ડિંગના બે માલિકો પર કેસ દાખલ કરાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સુરતના પાલ વિસ્તારમાં જર્જરિત હાલતમાં રહેલું આ બિલ્ડિંગ શનિવારે લગભગ 2.45 વાગ્યે તૂટી પડ્યું હતું. રાહત અને બચાવ કામગીરીમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની બે ટીમો, પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડને સામેલ કરાયા હતા. લગભગ ત્રણ કલાકની બચાવ કામગીરી પછી કશિશ શર્મા નામની 20 વર્ષની મહિલાને બચાવવામાં સફળ થયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર બચાવ ટીમોએ બાદમાં કાટમાળમાંથી વધુ છ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ટેક્સટાઇલ્સ વર્કર્સ હતી. મૃતકોની ઓળખ હિરામન કેવત (40), અભિષેક (35), બ્રિજેશ ગોડ (50), શિવપૂજન કેવત (26), અનમોલ હરિજન (17), પરવેશ કેવત(21) અને લાલજી કેવત (40) તરીકે થઈ હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગ માલિકો રાજ કાકડિયા અને તેની માતા રમીલાબેન કાકડિયા અને રહેવાસીઓ પાસેથી ભાડું વસૂલનારા એ અશ્વિન વેકરિયા વિરુદ્ધ 105 સહિતની ભારતીય ન્યાય સંહિતા કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજ કાકડિયા હાલ યુએસમાં છે.એફઆઈઆર મુજબ, જર્જરિત ઈમારત મોટાભાગે ખાલી હતી કારણ કે અગાઉના રહેવાસીઓ જોખમને કારણે ત્યાંથી ચાલ્યા ગયા હતા. જોકે, કેટલાક પરિવારો ત્યાં ભાડે રહેવાનું ચાલુ રાખ્યું હતું. આ વર્ષે 26 એપ્રિલના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બિલ્ડિંગના માલિકને તેની જર્જરિત હાલતને કારણે તેને ખાલી કરાવવા નોટિસ પાઠવી હતી

LEAVE A REPLY