ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર કીર સ્ટારમરને યુકેની સામાન્ય ચૂંટણીઓમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમ એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “યુકેની સામાન્ય ચૂંટણીઓમાં અદભુત જીત બદલ કીર સ્ટરામરને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું પરસ્પર વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપતા તમામ ક્ષેત્રોમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આપણા સકારાત્મક અને રચનાત્મક સહયોગની આશા રાખું છું.”
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ​​યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકનો જેમણે દેશની સામાન્ય ચૂંટણીઓ પછી પદ છોડ્યું હતું, તેમના નેતૃત્વ અને ભારત અને યુકે વચ્ચેના સંબંધોમાં યોગદાન માટે આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “યુકેમાં તમારા પ્રશંસનીય નેતૃત્વ માટે, અને તમારા કાર્યકાળ દરમિયાન ભારત અને યુકે વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં તમારા સક્રિય યોગદાન બદલ આભાર. તમને અને તમારા પરિવારને ભવિષ્ય માટે શુભકામનાઓ.”

LEAVE A REPLY