(ANI Photo)

મોદી સરકારે બુધવારે સુરક્ષા, આર્થિક અને રાજકીય બાબતો સહિતની વિવિધ કેબિનેટ સમિતિઓની રચના કરી હતી. દેશની સર્વોચ્ચ નિર્ણય લેતી આ સમિતિઓમાં સહયોગી પક્ષોના સાંસદોને પણ મોટું પ્રતિનિધિત્વ અપાયું છે.

કેબિનેટ સમિતિઓના સભ્યોમાં ભાજપ ઉપરાંત NDA ભાગીદારો જનતા દળ (યુ), તેલુગુ દેશમ પાર્ટી, જનતા દળ (એસ), શિવસેના અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ કરાયો છે. એક સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિમાં પીએમ મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન એસ જયશંકરનો સમાવેશ કરાયો છે.

આર્થિક બાબતોની સમિતિમાં મોદી ઉપરાંત રાજનાથ, અમિત શાહ, સીતારામન, જયશંકર, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ અને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામીનો સમાવેશ કરાયો છે. સમિતિમાં અન્ય સભ્યોમાં વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ પ્રધાન રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહનો સમાવેશ થાય છે.

રાજકીય બાબતોની કેબિનેટ સમિતિમાં મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, ગડકરી, સીતારામન, પીયૂષ ગોયલ, જેપી નડ્ડા, નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામ મોહન નાયડુ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન જીતન રામ માંઝી, પોર્ટ્સ અને શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને કોલસા મંત્રી જી કિશન રેડ્ડીનો સમાવેશ કરાયો છે.

સંસદીય બાબતોની કેબિનેટ સમિતિમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નડ્ડા, સીતારામન, રાજીવ રંજન સિંહ, નાયડુ, રિજિજુ, સામાજિક ન્યાય મંત્રી વીરેન્દ્ર કુમાર, આદિજાતિ બાબતોના મંત્રી જુઅલ ઓરામ અને જલ શક્તિ મંત્રી સી આર પાટીલનો સમાવેશ કરાયો છે. અગાઉના વર્ષોની જેમ, કેબિનેટની નિમણૂક સમિતિમાં માત્ર બે સભ્યો મોદી અને અમિત શાહનો સમાવેશ કરાયો છે.

LEAVE A REPLY