(ANI Photo/Ayush Sharma)
બોલીવૂડમાં અનેક કલાકારો કેન્સર પીડિત હતા. તાજેતરમાં ટેલિવિઝન શો અને ફિલ્મ અભિનેત્રી હીના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું જણાયું છે. તેણે પોતે આ સમાચાર સોશિયલ મીડિયા પર જાહેર કર્યા છે. સોશિયલ મીડિયામાં તેણે કહ્યું કે તેની સારવાર શરૂ થઈ ગઈ છે. તે દરેકના પ્રેમ માટે આભારી છે.
બ્રેસ્ટ કેન્સર વિશે તેણે લખ્યું હતું કે, “મારા વિશે કેટલીક અફવાઓ ચાલી રહી છે. હું તમને એક જરૂરી સમાચાર આપવા ઇચ્છું છું. ખાસ કરીને જેઓ મને પ્રેમ કરે છે, જેમને મારી ચિંતા છે. તેમને કહેવું છે કે, મને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. એની સારવાર શરૂ થઈ ગઈ છે. અનેક તકલીફોનો સામનો કરી રહી છું પરંતુ હું તમને ખાતરી આપું છું કે હું ઠીક છું. હું આ બીમારી સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. આ સમયે હું એ દરેક કામ કરવા તૈયાર છું, જે મને મજબૂત રાખશે. હું તમારા પ્રેમ અને સન્માનની પ્રશંસા કરું છું, પરંતુ આ સમયે મારી અંગત બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મને અને મારા પરિવારને વિશ્વાસ છે કે હું કેન્સરની લડાઈ જીતી જઈશ અને ઝડપથી સ્વસ્થ થઈ જઈશ, પણ ત્યાં સુધી થોડું ધ્યાન રાખજો. આ સમયે મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે.”
હીના ટેલિવિઝન શો ‘યે રિશ્તા ક્યા કહેલાતાહૈ’માં અક્ષરાના રોલથી જાણીતી થઇ છે. તેણે ‘કસોટી ઝિંદગી કી 2’માં કોમોલિકાની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે‘બિગ બોસ 11’માં પણ ભાગ લીધો હતો. 2020માં હીના ખાને ‘હેક્ડ’ ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. પછીદ તેણે ‘લાઇન્સ’માં કામ કર્યું અને શોર્ટ ફિલ્મ ‘સોલમેટ’માં જોવા મળી હતી.

LEAVE A REPLY