(PTI Photo/Kamal Singh)
ભારતમાં જૂન મહિનામાં સામાન્ય કરતાં 11 ટકા ઓછા વરસાદ નોંધાયો હતો, જે પાંચ વર્ષમાં સૌથી મોટી ખાધ છે. દેશમાં જૂન મહિનામાં 165.3 મીમીના સામાન્ય વરસાદ સામે 147.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે 2001 પછીનો સાતમો સૌથી ઓછો વરસાદ છે. બીજી તરફ જુલાઇ મહિનામાં ઉત્તરપૂર્વ ભારત સિવાયના દેશના તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાવાની ધારણા છે.
વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતીય હવમાન વિભાગ (IMD)ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જુલાઈમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, જે 28.04 સેમીની લાંબા ગાળાની સરેરાશના 106 ટકાથી વધુ રહી શકે છે.
IMDના જણાવ્યા મુજબ ઉત્તરપશ્ચિમ ભારતમાં 33 ટકા વરસાદની ખાધ, મધ્ય ભારતમાં 14 ટકા અને પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 13 ટકાની ખાધ નોંધાઈ હતી., જૂનમાં માત્ર દક્ષિણ ભારતમાં વધારાનો વરસાદ (14 ટકા) નોંધાયો હતો.
30મી મેના રોજ કેરળ અને ઉત્તરપૂર્વીય પ્રદેશમાં વહેલી શરૂઆત કર્યા બાદ અને મહારાષ્ટ્ર સુધી સામાન્ય રીતે આગળ વધ્યા બાદ, ચોમાસાએ વેગ ગુમાવી દીધો હતા. તેના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વરસાદની આતુરતા લંબાઈ હતી.

LEAVE A REPLY