ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઓએ તેમના પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ પ્લાનના રેટમાં 21 ટકા સુધીનો મોટો વધારો કર્યો હતો. નવા ટેલિકોમ રેટ 2-3 જુલાઈ 2024થી અમલી બન્યાં હતાં. ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયો અને એરટેલ બાદ વોડાફોન આઈડિયા (VI)એ મોબાઈલ ટેરિફ મોંઘા કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ પોસ્ટ-પેડ અને પ્રીપેડ પ્લાન 21% મોંઘા કર્યા હતાં.
ટેલિકોમ કંપનીઓએ તેમના વિવિધ પ્લાનના રેટ્સમાં 10-21%નો મોટો વધારો કર્યો હતો. વોડાફોનનો અનલિમિટેડ વૉઇસ પ્લાનની વાત કરીએ તો 28 દિવસ માટે 179 રૂપિયાનો પ્લાન 199 રૂપિયાનો થઈ ગયો છે. 459 રૂપિયાનો પ્લાન 84 દિવસ માટે 509 રૂપિયાનો બની ગયો. 365 દિવસ માટે 1799 રૂપિયાનો પ્લાન 1999 રૂપિયાનો થઈ ગયો. 269 અને 299 રૂપિયાનો 28 દિવસનો પ્લાન 299 અને 349 રૂપિયાનો થઈ ગયો છે. 319 રૂપિયાનો 1 મહિનાનો પ્લાન 379 રૂપિયાનો થઈ ગયો છે.
એરટેલે ટેરિફમાં 10-21%નો વધારો કર્યો હતો. નવા પ્લાન મુજબ 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. પોસ્ટપેડ પ્લાનમાં 10-20%નો વધારો થયો છે. 399 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન હવે 449 રૂપિયામાં ઉપલબ્ધ થશે. રિલાયન્સ જિયોએ પણ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતાં. કંપનીએ બુધવારે પણ આ અંગે માહિતી આપી હતી. કંપનીના વિવિધ પ્લાન 15 થી 25 ટકા મોંઘા થયા હતા.