બ્રિટનના એક બ્રૂઅરીએ વિશ્વના સૌથી કુખ્યાત ત્રાસવાદી ઓસામા બિન લાદેનના નામ પરથી તેના બીયરની નવી બ્રાન્ડનું નામ ઓસામા બિન લાજેર રાખતાં  જ મોટી સંખ્યામાં ગ્રાહકો આકર્ષાયા હતા. આ બીયરની માગ એટલી બધી ગઇ હતી કે બધો સ્ટોક રાતોરાત વેચાઇ ગયો હતો. ગ્રાહકોની સતત ઇન્કવાયરીના કારણે મિચેલ એન્ડ કું. નામની આ બ્રૂઅરીએ પોતાની વેબસાઇટ બંધ કરવી પડી હતી અને તમામ મોબાઇલ થોડો સમય બંધ કરી દેવા પડયા હતા.

અહેવાલો પ્રમાણે,  આ કંપનીએ તાજેતરમાં પોતાના નવા બીયરનું નામ ઓસામા બિન લાજેર રાખીને તેને પોતાનું સૌથી લોકપ્રિય ઉત્પાદન ગણાવ્યું હતું. કંપનીની વેબસાઇટ અનુસાર આ બીયરના સ્વાદ-સુગંધ ગ્રાહકોને ગમી ગયા છે. આ ઉપરાંત તેની બોટલ પણ આકર્ષણરુપ છે. જયારે તેના લેબલમાં અલ કાયદાના નેતાનું કાર્ટૂન કૈરિકૈચર છે. લાદેનને ર૦૧૧માં ઠાર કરાયો હતો. બીબીસી સાથેની વાતચીતમાં કંપનીના માલિક લ્યૂક મિશેલે જણાવ્યું હતું કે, આ નામ લોકોની જીભ પર છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસ્વીરો અંગે કંપનીએ કહયું હતું કે, છેલ્લા કેટલાય દિવસોથી અમે સવારે હજારો નોટિફિકેશન મેળવીએ છીએ.

LEAVE A REPLY