યુકેમાં હેડક્વાર્ટર ધરાવતી સિનોપ્સિસ યુકે સ્થિત લો ફર્મ એશહર્સ્ટએ કલ્પના ઉનડકટ અને શિશિર મહેતાની ભારતના પ્રેક્ટિસના વિસ્તરણ માટે નવા કો હેડ તરીકે વરણી કરી છે. આ પગલું ભારતના વધતા બજારમાં રોકાણ કરવા માટે પેઢીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
તેઓ બન્ને લંડન ખાતેથી ભારતીય બજારમાં પ્રેક્ટિસ વધારવા માટે એશહર્સ્ટની કોર ઈન્ડિયા ટીમ સાથે કામ કરશે જે કાયદાની પેઢી માટે “ચાવીરૂપ વ્યૂહાત્મક ધ્યાન” હતું.
એશહર્સ્ટના લીડ ઈન્ડિયા પ્રેક્ટિસ પાર્ટનર મેથ્યુ વૂડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારત અમારા માટે મુખ્ય વ્યૂહાત્મક ફોકસ છે અને અમે આ ક્ષેત્રમાં વધુ રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કલ્પના અને શિશિર તેમની સાથે એક પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ અને બહોળો અનુભવ લાવે છે જે અમને અમારી ભારતની પ્રેક્ટિસને આગળ વધારવા માટે યોગ્ય બનાવે છે.”
મહેતા નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (બેંગલુરુ), લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ અને કોલંબિયા લો સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તો ક્રોસ-બોર્ડર સંયુક્ત સાહસ, M&A, વ્યાપારી કરારો અને કોર્પોરેટ ગવર્નન્સ નિષ્ણાત ઉનડકટ માટે પેઢીમાં આ બીજો કાર્યકાળ છે. અગાઉ, તેણીએ 1998 થી 2008 ની વચ્ચે પેઢી સાથે કામ કર્યું હતું.