ઋષિ સુનકની કન્ઝર્વેટિવ્સે ચૂંટણી પ્રચારના બીજા સપ્તાહમાં નાણાં એકત્ર કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને ખાનગી દાતાઓ પાસેથી માત્ર £290,000 એકત્ર કરી શકી હતી. જ્યારે સત્તાની નજીક પહોંચેલી લેબરે £4.4 મિલિયન એકત્ર કર્યા હતા.
આંકડા દર્શાવે છે કે બિઝનેસ ડોનર્સ લેબર તરફ વળ્યા છે. સુપરમાર્કેટ વંશજ ડેવિડ સેન્સબરી તરફથી લેબરને £2.5 મિલિયન અપાયા છે. એપ્રિલના અંત સુધીના એક વર્ષ દરમિયાન, ટોરીઝે £44 મિલિયન અને લેબરે જાહેર ભંડોળને બાદ કરતાં £24.6 મિલિયન મેળવ્યા છે.
ટોરી પાર્ટીને જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન 10 દાન મળ્યા હતા જેમાંથી સૌથી મોટું £50,000 બેસ્ટવે તરફથી હતું, જે ટોરી પીઅર ઝમીર ચૌધરીની માલિકીની છે.
લેબરને ભૂતપૂર્વ બેલરોનના સીઈઓ ગેરી લુબનર પાસેથી £900,000 અને હેજ ફંડના બોસ માર્ટિન ટેલર પાસેથી £700,000 મળ્યા હતા. લિબરલ ડેમોક્રેટ્સે ચૂંટણી માટે કુલ £789,999 મેળવ્યા છે.