વિપક્ષી લેબર પાર્ટીએ સોમવારે ભારત સાથેના સંબંધોમાં “વધારે વચન આપી કામ નહિં કરવા બદલ શાસક કન્ઝર્વેટિવ્સની ટીકા કરી જાહેર કર્યું હતું કે ‘’4 જુલાઈની સામાન્ય ચૂંટણી જીતશે તે મુક્ત વેપાર કરાર (FTA) પર સહી કરવા માટે “તૈયાર” છે.
ચૂંટણી પ્રચારના અંતિમ સપ્તાહમાં એક કાર્યક્રમમાં લેબર પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ FTAની તેમની મહત્વાકાંક્ષાઓ રજૂ કરી હતી. ભારત અને યુકેએ વાર્ષિક અંદાજિત £38.1 બિલિયનના વેપાર સંબંધોને વધારવા માટે FTA વાટાઘાટોના 13 રાઉન્ડ પૂર્ણ કર્યા છે.
લેમીએ જણાવ્યું હતું કે, “ઘણી દિવાળીઓ વેપાર સોદા વિના આવી અને ગઈ અને ઘણા બધા વ્યવસાયો રાહ જોઈ રહ્યા છે. ભારતના નાણા પ્રધાનને નિર્મલા સીતારામન અને વેપાર મંત્રી પિયુષ ગોયલને મારો સંદેશ છે કે લેબર જવા માટે તૈયાર છે. ચાલો ફ્રી ટ્રેડ ડીલ કરી લઈએ અને આગળ વધીએ. જો 4 જુલાઈએ સરકારમાં ચૂંટાઈ આવીશ તો જુલાઈના અંત પહેલા હું દિલ્હીમાં હોઇશ.’’
ગુયાનીઝ-હેરીટેજના લેમીના પરદાદી કલકત્તાના ભારતીય હતા, જેમણે કેરેબિયનમાં ઇન્ડેન્ટર્ડ મજૂર તરીકે સફર કરી હતી. ભારતે પહેલેથી જ બ્રિટિશ સમૃદ્ધિમાં ઘણું યોગદાન આપે છે. ગયા વર્ષે, ભારત અમારું બીજા ક્રમનું સૌથી મોટું વિદેશી પ્રત્યક્ષ રોકાણ યોગદાન આપનાર હતું.