આદિત્ય બિરલા ગ્રુપ ટેક્સાસમાં કેમિકલ બિઝનેસમાં $50 મિલિયનનું રોકાણ કરશે. કંપનીએ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ટેક્સાસના બુમોન્ટમાં જમીન હસ્તગત કરી છે. આ રોકાણ આદિત્ય બિરલા કેમિકલ્સ (થાઈલેન્ડ) મારફત કરાશે.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે આ રોકાણ અમેરિકામાં અમારી મહત્ત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે નવા બજારોમાં અમારી ગહન ઉત્પાદન કુશળતાનો ઉપયોગ કરવાની વ્યૂહરચના ધરાવીએ છીએ.
કુમાર મંગલમ બિરલાના વડપણ હેઠળનું આ ગ્રુપે નોર્થ અમેરિકામાં તેની હાજરીમાં વધારો કરવા માટે ક્રૂડ ઓઇલ રિફાઇનિંગના હબ તરીકે ઓળખાતા અમેરિકાના આ વિસ્તારમાં નવો કેમિકલ પ્લાન્ટ અને આર એન્ડ ડી સેન્ટરમાં રોકાણની જાહેરાત કરી હતી. આ પ્લાન્ટમાં ઇપોક્સી રેઝિનનું ઉત્પાદન કરાશે, જેનો ઉપયોગ વિવિધ કન્ઝ્યુમર અને ઔદ્યોગિક પ્રોડક્ટ્સમાં થાય છે.
આદિત્ય બિરલા ગ્રૂપના સેલ્સ એન્ડ માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ સ્કોટ બાસ્ટને જણાવ્યું હતું કે તે સાઇટમાં, એક એપ્લિકેશન ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના કરશે અને ત્યાં એક R&D ટીમ હશે. અમે આગામી 15 થી 20 મહિનામાં તે સાઇટને ચાલુ કરવા માટે આતુર છીએ. કંપની આ પ્લાન્ટ મારફત તેના ઇપોક્સી બિઝનેસનું વૈશ્વિક વિસ્તર કરવા માગે છે. આદિત્ય બિરલા ગ્રુપ ભારત, થાઈલેન્ડ તેમજ યુરોપમાં બિઝનેસ છે. યુએસએમાં ઇપોક્સી બિઝનેસમાં આ ચોથું વિસ્તરણ હશે.