પાકિસ્તાનના કરતારપુર સાહિબ ખાતે બુધવાર, 26 જૂને 450થી વધુ મુલાકાતી ભારતીય શીખોની હાજરીમાં શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમા ફરી સ્થાપિત કરાઇ તેનું અનારણ કરાયું હતું. આ પ્રતિમાને મુસ્લિમ કટ્ટરવાદીઓએ તોડી નાંખી હતી અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન અને ભારતના શીખ સમુદાયના સભ્યોએ મહારાજાની સ્થાપિત પ્રતિમાની સામે એક ફોટોગ્રાફ માટે પોઝ આપ્યો હતો.પંજાબના પ્રથમ શીખ પ્રધાન (લઘુમતીઓ માટે) અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (PSGPC)ના પ્રમુખ રમેશ સિંહ અરોરાએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કરતારપુર સાહિબને ગુરુદ્વારા દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લાહોરથી લગભગ 150 કિમી ઉત્તરપૂર્વમાં ભારતીય સરહદની નજીક આવેલું છે.
મહારાજા રણજિત સિંહની નવ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સૌપ્રથમ 2019માં તેમની ‘સમાધિ’ પાસે લાહોર કિલ્લામાં સ્થાપિત કરાઇ હતી. તેહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP)ના કટ્ટરવાદીઓએ બે વાર તોડફોડ કરી હતી.