વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેનું 26 જૂન, 2024ના ઑસ્ટ્રેલિયાના કૅનબેરા આગમન થયું હતું. REUTERS/Edgar Su

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બુધવારે અમેરિકાના નોર્ધન મારિયાના સાઇપન ટાપુની એક કોર્ટ મુક્ત કર્યો હતો. અમેરિકા સરકાર સાથેના સોદા હેઠળ અસાંજેએ અમેરિકાના જાસૂસી કાયદાના ઉલ્લંઘનનો સ્વીકાર કર્યો હતો અને કોર્ટે તેને મુક્ત કર્યો હતો અને તે પોતાના વતન ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો, જ્યાં તેનું ભવ્ય સ્વાગત થયું હતું. આમ 14 વર્ષની કાનૂની લડાઈ પછી અસાંજને મુક્ત મળી હતી.

અસાંજેને મુક્ત કરવા માટે વર્ષોથી લોબિંગ કરનારા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે તેમનું પ્લેન લેન્ડ થયા બાદ તેમણે તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી.

અમેરિકા સરકાર સાથે થયેલી સમજૂતિ હેઠળ અસાંજે મંગળવારે બ્રિટનની જેલમાંથી આઝાદ થયો હતો. તેના ચાર્ટર્ડ ફ્લાઇટે લંડનથી અમેરિકા જવા માટે ઉડાન ભરી હતી. જુલિયન અસાંજેએ યુએસ જસ્ટીસ ડિપાર્ટમેન્ટ સાથે સ્ટ્રાઇક ડીલ કર્યા પછી તેમને બ્રિટનની બેલમાર્શ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં. આ ડીલ અંતર્ગત તેમને યુએસ જાસૂસી કાયદાના ઉલ્લંઘન માટે દોષિત ઠરાવાશે અને તેના બદલામાં તેમને વતન ઓસ્ટ્રેલિયા પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે.

અસાંજેની પત્ની સ્ટેલાએ X પર પુષ્ટિ કરી હતી કે તે મુક્ત છે. તેણીએ અસાંજેના સમર્થકોનો આભાર માન્યો અને કહ્યું હતું કે “શબ્દો આપણી અપાર કૃતજ્ઞતા વ્યક્ત કરી શકતા નથી”.

LEAVE A REPLY