કેનેડાએ વિદેશી નાગરિકો માટે 21 જૂનથી બોર્ડર પર પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે અરજી કરવા પર તાકીદની અસરથી પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલાનો હેતુ “ફ્લેગપોલિંગ” ને કાબૂમાં લેવાનો છે.

કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ પ્રધાન માર્ક મિલરે કહ્યું હતું કે વિદેશી લોકોએ કેનેડાની બોર્ડર પર પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. તેનાથી ફ્લેગપોલિંગ પર અંકુશ આવશે. કેનેડાના ટેમ્પરરી રેસિડન્ટ્સ જ્યારે વર્ક અને સ્ટડી પરમિટ માટે રેગ્યુલર વેઈટ ટાઈમને બાયપાસ કરે ત્યારે તેને ફ્લેગપોલિંગ કહે છે. તેમાં તેઓ કેનેડામાંથી એક્ઝિટ કરે છે અને તે જ દિવસે રિ-એન્ટ્રી કરે છે જેથી સેમ ડે ઈમિગ્રેશન સર્વિસિસ મળી શકે. આના કારણે બોર્ડર પર કામ વધી જાય છે. ઓફિસરોને એન્ફોર્સમેન્ટની ડ્યૂટીમાંથી હટાવીને આ કામમાં લગાવવા પડે છે.

જોકે કેનેડાની અંદરથી અથવા બીજા કોઈ દેશમાંથી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે PGWPની અરજી કરી શકાશે અને તેના માટે વ્યક્તિ એલિજિબલ હોવી જરૂરી છે. પરંતુ 21મી જૂનથી કેનેડામાં પ્રવેશ કરતી વખતે બોર્ડર પરથી આ અરજી સોંપી નહીં શકાય.

પહેલી માર્ચ 2023થી 29 ફેબ્રુઆરી 2024 સુધીનો ડેટા દર્શાવે છે કે જે વિદેશી નાગરિકો આવા ફ્લેગપોલિંગમાં સામેલ હતા તેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ વાળાઓનો હિસ્સો 20 ટકા હોય છે. કેનેડા સરકારનું કહેવું છે કે કેનેડાની અંદર જ રહીને અરજી કરો. તેમાં પ્રોસેસિંગનો ટાઈમ પણ બચશે અને પ્રોસેસને વધુ ઈન્ટિગ્રેટેડ કરવામાં આવશે.

માર્ક મિલરે કહ્યું કે અમે આવી રીતના શોર્ટ કટની સિસ્ટમ બંધ કરી દીધી છે જેથી અમેરિકા અને કેનેડા વચ્ચે વધુ સરળ રીતે કામગીરી થઈ શકે. કેનેડામાં જે વિદેશી સ્ટુડન્ટ્સ છે તેમણે ધ્યાનમાં રાખવાનું રહેશે કે કેનેડામાં એન્ટ્રીના 12 મહત્ત્વના પોર્ટ પર ફ્લેગપોલિંગની પ્રક્રિયામાં ફેરફાર થયો છે. તેનાથી પિક ટ્રાવેલ પિરિયડમાં કાર્યક્ષમતા વધશે અને ગ્રેજ્યુએટ થનારા સ્ટુડન્ટ્સ સ્ટડી પરમિટમાંથી વર્ક પરમિટમાં કઈ રીતે ટ્રાન્ઝિશન મેળવે છે તેને અસર કરશે.

 

LEAVE A REPLY