પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદમાં સોમવારે પાવડર કોટિંગ ફેક્ટરીમાં બોઈલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત બે વ્યક્તિના મોત થયા હતા  અને બીજા ત્રણ ઘાયલ થયા હતા. બોઇલર ફાટતા આગ લાગી હતી.

આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે બંસી પાઉડર કોટિંગ ફેક્ટરીના બોઈલરમાં થયેલા વિસ્ફોટમાં યુનિટના માલિક અને એક કામદાર સહિત બે વ્યક્તિના મોત થયા હતાં.  વિસ્ફોટનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.વિસ્ફોટથી ફેક્ટરીમાં આગ લાગી હતી, જ્યાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા દોડી ગયા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી એક ટીમને બ્લાસ્ટના કારણની તપાસ માટે બોલાવવામાં આવી હતી.

પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ રામેશ્વર પટેલ (50) અને પવન કુમાર (25) તરીકે કરી હતી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી અરિહંત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા બંસી પાવડર કોટિંગના ગોડાઉનમાં આ ઘટના થઈ હતી.

LEAVE A REPLY